કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૧૭
बादरसूक्ष्मत्वपरिणामविकल्पैः षट्प्रकारतामापद्य त्रैलोक्यरूपेण निष्पद्य स्थितवन्त इति ।
तथाहि — बादरबादराः, बादराः, बादरसूक्ष्माः, सूक्ष्मबादराः, सूक्ष्माः, सूक्ष्मसूक्ष्मा इति । तत्र
छिन्नाः स्वयं सन्धानासमर्थाः काष्ठपाषाणादयो बादरबादराः । छिन्नाः स्वयं सन्धानसमर्थाः
क्षीरघृततैलतोयरसप्रभृतयो बादराः । स्थूलोपलम्भा अपि छेत्तुं भेत्तुमादातुमशक्याः
छायातपतमोज्योत्स्नादयो बादरसूक्ष्माः । सूक्ष्मत्वेऽपि स्थूलोपलम्भाः स्पर्शरसगन्धशब्दाः
सूक्ष्मबादराः । सूक्ष्मत्वेऽपि हि करणानुपलभ्याः कर्मवर्गणादयः सूक्ष्माः । अत्यन्तसूक्ष्माः
कर्मवर्गणाभ्योऽधो द्वयणुकस्कन्धपर्यन्ताः सूक्ष्मसूक्ष्मा इति ।।७६।।
सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू ।
सो सस्सदो असद्दो एक्को अविभागी मुत्तिभवो ।।७७।।
હોવાથી વ્યવહારે ‘પુદ્ગલો’ છે, તેમ જ (તેઓ) બાદરત્વ ને સૂક્ષ્મત્વરૂપ પરિણામોના
ભેદો વડે છ પ્રકારોને પામીને ત્રણ લોકરૂપે થઈને રહ્યા છે. તે છ પ્રકારના સ્કંધો આ
પ્રમાણે છેઃ— (૧) બાદરબાદર; (૨) બાદર; (૩) બાદરસૂક્ષ્મ; (૪) સૂક્ષ્મબાદર;
(૫) સૂક્ષ્મ; (૬) સૂક્ષ્મસૂક્ષ્મ. ત્યાં, (૧) કાષ્ઠપાષાણાદિક (સ્કંધો) કે જે છેદાતા થકા
સ્વયં સંધાઈ શકતા નથી તે (ઘન પદાર્થો) ‘બાદરબાદર’ છે; (૨) દૂધ, ઘી, તેલ,
જળ, રસ વગેરે (સ્કંધો) કે જે છેદાતા થકા સ્વયં જોડાઈ જાય છે તે (પ્રવાહી પદાર્થો)
‘બાદર’ છે; (૩) છાંયો, તડકો, અંધકાર, ચાંદની વગેરે (સ્કંધો) કે જે સ્થૂલ જણાતા
હોવા છતાં છેદી, ભેદી કે (હસ્તાદિ વડે) ગ્રહી શકાતા નથી તે ‘બાદરસૂક્ષ્મ’ છે;
(૪) સ્પર્શ-રસ-ગંધ-શબ્દ કે જે સૂક્ષ્મ હોવા છતાં સ્થૂલ જણાય છે (અર્થાત્ ચક્ષુ
સિવાયની ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો કે જે આંખથી નહિ દેખાતા હોવા છતાં
સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંઘી શકાય છે
અથવા કાનથી સાંભળી શકાય છે ) તે ‘સૂક્ષ્મબાદર’ છે; (૫) કર્મવર્ગણા વગેરે (સ્કંધો))
કે જેમને સૂક્ષ્મપણું છે તેમ જ જેઓ ઇન્દ્રિયોથી ન જણાય એવા છે તે ‘સૂક્ષ્મ’ છે;
(૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) દ્વિઅણુક-સ્કંધ સુધીના (સ્કંધો) કે જે અત્યંત
સૂક્ષ્મ છે તે ‘સૂક્ષ્મસૂક્ષ્મ’ છે. ૭૬.
જે અંશ અંતિમ સ્કંધનો, પરમાણુ જાણો તેહને;
તે એક ને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭.