भावादविभागी, निर्विभागैकप्रदेशत्वादेकः, मूर्तद्रव्यत्वेन सदाप्यविनश्वरत्वान्नित्यः, अनादि- निधनरूपादिपरिणामोत्पन्नत्वान्मूर्तिभवः, रूपादिपरिणामोत्पन्नत्वेऽपि शब्दस्य परमाणु- गुणत्वाभावात्पुद्गलस्कन्धपर्यायत्वेन वक्ष्यमाणत्वाच्चाशब्दो निश्चीयत इति ।।७७।।
અન્વયાર્થઃ — [ सर्वेषां स्क न्धानां ] સર્વ સ્કંધોનો [ यः अन्त्यः ] જે અંતિમ ભાગ [ तं ] તેને [ परमाणुम् विजानीहि ] પરમાણુ જાણો. [ सः] તે [ अविभागी ] અવિભાગી, [ एकः ] એક, [ शाश्वतः ] શાશ્વત, [ मूर्तिभवः ] મૂર્તિપ્રભવ (મૂર્તપણે ઊપજનારો) અને [ अशब्दः ] અશબ્દ છે.
પૂર્વોક્ત સ્કંધરૂપ પર્યાયોનો જે અંતિમ ભેદ (નાનામાં નાનો ભાગ) તે પરમાણુ છે. અને તે તો, વિભાગના અભાવને લીધે અવિભાગી છે; નિર્વિભાગ-એકપ્રદેશવાળો હોવાથી એક છે; મૂર્તદ્રવ્યપણે સદાય અવિનાશી હોવાથી નિત્ય છે; અનાદિ-અનંત રૂપાદિના પરિણામે ઊપજતો હોવાથી *મૂર્તિપ્રભવ છે; અને રૂપાદિના પરિણામે ઊપજતા હોવા છતાં પણ અશબ્દ છે એમ નિશ્ચિત છે, કારણ કે શબ્દ પરમાણુનો ગુણ નથી તથા તેનું (શબ્દનું) હવે પછી (૭૯મી ગાથામાં) પુદ્ગલસ્કંધપર્યાયપણે કથન છે. ૭૭.