Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 119 of 256
PDF/HTML Page 159 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્યપંચાસ્તિકાયવર્ણન
૧૧૯
आदेशमात्रमूर्तः धातुचतुष्कस्य कारणं यस्तु
स ज्ञेयः परमाणुः परिणामगुणः स्वयमशब्दः ।।७८।।
परमाणूनां जात्यन्तरत्वनिरासोऽयम्
परमाणोर्हि मूर्तत्वनिबन्धनभूताः स्पर्शरसगन्धवर्णा आदेशमात्रेणैव भिद्यन्ते;
वस्तुतस्तु यथा तस्य स एव प्रदेश आदिः, स एव मध्यः, स एवान्तः इति, एवं
द्रव्यगुणयोरविभक्त प्रदेशत्वात
् य एव परमाणोः प्रदेशः, स एव स्पर्शस्य, स एव
रसस्य, स एव गन्धस्य, स एव रूपस्येति ततः क्वचित्परमाणौ गन्धगुणे, क्वचित
गन्धरसगुणयोः, क्वचित् गन्धरसरूपगुणेषु अपकृष्यमाणेषु तदविभक्त प्रदेशः परमाणुरेव
विनश्यतीति न तदपकर्षो युक्त : ततः पृथिव्यप्तेजोवायुरूपस्य धातुचतुष्कस्यैक एव
અન્વયાર્થ[ यः तु ] જે [ आदेशमात्रमूर्त्तः ] આદેશમાત્રથી મૂર્ત છે (અર્થાત
માત્ર ભેદવિવક્ષાથી મૂર્તત્વવાળો કહેવાય છે) અને [ धातुचतुष्कस्य कारणं ] જે (પૃથ્વી
આદિ) ચાર ધાતુઓનું કારણ છે [ सः] તે [ परमाणुः ज्ञेयः ] પરમાણુ જાણવો
[ परिणामगुणः ] કે જે પરિણામગુણવાળો છે અને [ स्वयम् अशब्दः ] સ્વયં અશબ્દ છે.
ટીકાપરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના હોવાનું આ ખંડન છે.
મૂર્તત્વના કારણભૂત સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો, પરમાણુથી *આદેશમાત્ર વડે જ ભેદ
કરવામાં આવે છે; વસ્તુતઃ તો જેવી રીતે પરમાણુનો તે જ પ્રદેશ આદિ છે, તે જ પ્રદેશ
મધ્ય છે અને તે જ પ્રદેશ અંત છે, તેવી રીતે દ્રવ્ય અને ગુણના અભિન્ન પ્રદેશ હોવાથી,
જે પરમાણુનો પ્રદેશ છે, તે જ સ્પર્શનો છે, તે જ રસનો છે, તે જ ગંધનો છે, તે
જ રૂપનો છે. તેથી કોઈ પરમાણુમાં ગંધગુણ ઓછો હોય, કોઈ પરમાણુમાં ગંધગુણ અને
રસગુણ ઓછા હોય, કોઈ પરમાણુમાં ગંધગુણ, રસગુણ અને રૂપગુણ ઓછા હોય, તો
તે ગુણથી અભિન્ન પ્રદેશવાળો પરમાણુ જ વિનાશ પામે. માટે તે ગુણની ઓછપ યુક્ત
(
ઉચિત) નથી. [કોઈ પણ પરમાણુમાં એક પણ ગુણ ઓછો હોય તો તે ગુણની સાથે
અભિન્ન પ્રદેશવાળો પરમાણુ જ નાશ પામે; માટે બધા પરમાણુઓ સમાન ગુણવાળા
જ છે, એટલે કે તેઓ ભિન્ન ભિન્ન જાતિના નથી.
] તેથી પૃથ્વી, પાણી, અગ્નિ અને
વાયુરૂપ ચાર ધાતુઓનું, પરિણામને લીધે, એક જ પરમાણુ કારણ છે (અર્થાત
*
આદેશ = કથન. [માત્ર ભેદકથન દ્વારા જ પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો ભેદ પાડવામાં આવે
છે, પરમાર્થે તો પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભેદ છે.]