૧૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परमाणुः कारणं परिणामवशात् । विचित्रो हि परमाणोः परिणामगुणः क्वचित्कस्यचिद्गुणस्य
व्यक्ताव्यक्त त्वेन विचित्रां परिणतिमादधाति । यथा च तस्य परिणामवशादव्यक्तो गन्धादि-
गुणोऽस्तीति प्रतिज्ञायते, न तथा शब्दोऽप्यव्यक्तोऽस्तीति ज्ञातुं शक्यते, तस्यैकप्रदेशस्यानेक-
प्रदेशात्मकेन शब्देन सहैकत्वविरोधादिति ।।७८।।
सद्दो खंधप्पभवो खंधो परमाणुसंगसंघादो ।
पुट्ठेसु तेसु जायदि सद्दो उप्पादिगो णियदो ।।७९।।
शब्दः स्कन्धप्रभवः स्कन्धः परमाणुसङ्गसङ्घातः ।
स्पृष्टेषु तेषु जायते शब्द उत्पादिको नियतः ।।७९।।
પરમાણુઓ એક જ જાતિના હોવા છતાં તેઓ પરિણામને લીધે ચાર ધાતુઓનાં કારણ
બને છે); કેમ કે વિચિત્ર એવો પરમાણુનો પરિણામગુણ ક્યાંક કોઈ ગુણની
*વ્યક્તાવ્યક્તતા વડે વિચિત્ર પરિણતિને ધારણ કરે છે.
વળી જેવી રીતે પરમાણુને પરિણામને લીધે +અવ્યક્ત ગંધાદિગુણ છે એમ જણાય
છે તેવી રીતે શબ્દ પણ અવ્યક્ત છે એમ જાણી શકાતું નથી, કારણ કે એકપ્રદેશી પરમાણુને
અનેકપ્રદેશાત્મક શબ્દ સાથે એકત્વ હોવામાં વિરોધ છે. ૭૮.
છે શબ્દ સ્કંધોત્પન્ન; સ્કંધો અણુસમૂહસંઘાત છે,
સ્કંધાભિઘાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાદ્ય છે. ૭૯.
અન્વયાર્થઃ — [ शब्दः स्कन्धप्रभवः ] શબ્દ સ્કંધજન્ય છે. [ स्कन्धः परमाणु-
सङ्गसङ्घातः ] સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, [ तेषु स्पृष्टेषु ] અને તે સ્કંધો સ્પર્શાતાં
— અથડાતાં [ शब्दः जायते ] શબ્દ ઉત્પન્ન થાય છે; [ नियतः उत्पादिकः ] એ રીતે
*વ્યક્તાવ્યક્તતા = વ્યક્તતા અથવા અવ્યક્તતા; પ્રગટતા અથવા અપ્રગટતા. [પૃથ્વીમાં સ્પર્શ, રસ, ગંધ,
ને વર્ણ એ ચારે ગુણો વ્યક્ત (અર્થાત્ વ્યક્તપણે પરિણત) હોય છે; પાણીમાં સ્પર્શ, રસ ને વર્ણ
વ્યક્ત હોય છે અને ગંધ અવ્યક્ત હોય છે; અગ્નિમાં સ્પર્શ ને વર્ણ વ્યક્ત હોય છે અને બાકીના
બે અવ્યક્ત હોય છે; વાયુમાં સ્પર્શ વ્યક્ત હોય છે અને બાકીના ત્રણ અવ્યક્ત હોય છે.]
+જેવી રીતે પરમાણુમાં ગંધાદિગુણ ભલે અવ્યક્તપણે પણ હોય છે તો ખરો જ તેવી રીતે પરમાણુમાં
શબ્દ પણ અવ્યક્તપણે રહેતો હશે એમ નથી, શબ્દ તો પરમાણુમાં વ્યક્તપણે કે અવ્યક્તપણે બિલકુલ
હોતો જ નથી.