खलु स्वरूपेणानन्तपरमाणूनामेकस्कन्धो नाम पर्यायः । बहिरङ्गसाधनीभूतमहास्कन्धेभ्यः तथाविधपरिणामेन समुत्पद्यमानत्वात् स्कन्धप्रभवः, यतो हि परस्पराभिहतेषु महा- स्कन्धेषु शब्दः समुपजायते । किञ्च स्वभावनिर्वृत्ताभिरेवानन्तपरमाणुमयीभिः शब्द- योग्यवर्गणाभिरन्योन्यमनुप्रविश्य समन्ततोऽभिव्याप्य पूरितेऽपि सकले लोके यत्र यत्र बहिरङ्गकारणसामग्री समुदेति तत्र तत्र ताः शब्दत्वेन स्वयं व्यपरिणमन्त इति शब्दस्य તે (શબ્દ) નિયતપણે ઉત્પાદ્ય છે.
આ લોકમાં, બાહ્ય શ્રવણેંદ્રિય વડે ૧અવલંબિત, ભાવેંદ્રિય વડે જણાવાયોગ્ય એવો જે ધ્વનિ તે શબ્દ છે. તે (શબ્દ) ખરેખર સ્વરૂપે અનંત પરમાણુઓના એકસ્કંધરૂપ પર્યાય છે. બહિરંગ સાધનભૂત ( – બાહ્ય-કારણભૂત) મહાસ્કંધો દ્વારા તથાવિધ પરિણામે (શબ્દપરિણામે) ઊપજતો હોવાથી તે સ્કંધજન્ય છે, કારણ કે મહાસ્કંધો પરસ્પર અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી આ વાત વિશેષ સમજાવવામાં આવે છેઃ — એકબીજામાં પ્રવેશીને સર્વત્ર વ્યાપીને રહેલી એવી જે સ્વભાવનિષ્પન્ન જ ( – પોતાના સ્વભાવથી જ બનેલી), અનંતપરમાણુમયી શબ્દયોગ્ય-વર્ગણાઓ તેમનાથી આખો લોક ભરેલો હોવા છતાં જ્યાં જ્યાં બહિરંગકારણસામગ્રી ઉદિત થાય છે ત્યાં ત્યાં તે વર્ગણાઓ ૨શબ્દપણે સ્વયં ૧. શબ્દ શ્રવણેંદ્રિયનો વિષય છે તેથી તે મૂર્ત છે. કેટલાક લોકો માને છે તેમ શબ્દ આકાશનો ગુણ
નથી, કારણ કે અમૂર્ત આકાશનો અમૂર્ત ગુણ ઇન્દ્રિયનો વિષય થઈ શકે નહિ. ૨. શબ્દના બે પ્રકાર છેઃ (૧) પ્રાયોગિક અને (૨) વૈશ્રસિક. પુરુષાદિના પ્રયોગથી ઉત્પન્ન થતો
વર્ગણાઓ જ છે; તે વર્ગણાઓ જ સ્વયમેવ શબ્દપણે પરિણમે છે, જીભ-ઢોલ-મેઘ વગેરે માત્ર નિમિત્તભૂત છે. પં. ૧૬