श्रोत्राणि, कायाः औदारिकवैक्रियकाहारकतैजसकार्मणानि, द्रव्यमनः, द्रव्यकर्माणि, नोकर्माणि, विचित्रपर्यायोत्पत्तिहेतवोऽनन्ताः अनन्ताणुवर्गणाः, अनन्ता असंख्येयाणुवर्गणाः, अनन्ताः संख्येयाणुवर्गणाः द्वयणुकस्क न्धपर्यंताः, परमाणवश्च, यदन्यदपि मूर्तं तत्सर्वं पुद्गलविकल्पत्वेनोपसंहर्तव्यमिति ।।८२।।
બીજું જે કાંઈ [ मूर्त्तं भवति ] મૂર્ત હોય [ तत् सर्वं ] તે સઘળું [ पुद्गलं जानीयात् ] પુદ્ગલ જાણો.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દરૂપ (પાંચ) ઇન્દ્રિયવિષયો, સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્રરૂપ (પાંચ) દ્રવ્યેંદ્રિયો, ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ ને કાર્મણરૂપ (પાંચ) કાયો, દ્રવ્યમન, દ્રવ્યકર્મો, નોકર્મો, વિચિત્ર પર્યાયોની ઉત્પત્તિના હેતુભૂત (અર્થાત્ અનેક પ્રકારના પર્યાયો ઊપજવાના કારણભૂત) *અનંત અનંતાણુક વર્ગણાઓ, અનંત અસંખ્યાતાણુક વર્ગણાઓ અને દ્વિ-અણુક સ્કંધ સુધીની અનંત સંખ્યાતાણુક વર્ગણાઓ તથા પરમાણુઓ, તેમ જ બીજું પણ જે કાંઈ મૂર્ત હોય તે સઘળું પુદ્ગલના ભેદ તરીકે સંકેલવું.
ભાવાર્થઃ — વીતરાગ અતીંદ્રિય સુખના સ્વાદથી રહિત જીવોને ઉપભોગ્ય પંચેંદ્રિયવિષયો, અતીંદ્રિય આત્મસ્વરૂપથી વિપરીત પાંચ ઇન્દ્રિયો, અશરીર આત્મપદાર્થથી પ્રતિપક્ષભૂત પાંચ શરીરો, મનોગત-વિકલ્પજાળરહિત શુદ્ધજીવાસ્તિકાયથી વિપરીત મન, કર્મરહિત આત્મદ્રવ્યથી પ્રતિકૂળ આઠ કર્મો અને અમૂર્ત આત્મસ્વભાવથી પ્રતિપક્ષભૂત બીજું પણ જે કાંઈ મૂર્ત હોય તે બધું પુદ્ગલ જાણો. ૮૨.
આ રીતે પુદ્ગલદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું. * લોકમાં અનંત પરમાણુની બનેલી વર્ગણાઓ અનંત છે, અસંખ્યાત પરમાણુની બનેલી વર્ગણાઓ