सकललोकाकाशाभिव्याप्यावस्थितत्वाल्लोकावगाढः । अयुतसिद्धप्रदेशत्वात् स्पृष्टः । स्वभावादेव सर्वतो विस्तृतत्वात्पृथुलः । निश्चयनयेनैकप्रदेशोऽपि व्यवहारनयेनासंख्यातप्रदेश इति ।।८३।।
અન્વયાર્થઃ — [ धर्मास्तिकायः ] ધર્માસ્તિકાય [ अस्पर्शः ] અસ્પર્શ, [ अरसः ] અરસ, [ अवर्णगन्धः ] અગંધ, અવર્ણ અને [ अशब्दः ] અશબ્દ છે; [ लोकावगाढः ] લોકવ્યાપક છે; [ स्पृष्टः ] અખંડ, [ पृथुलः ] વિશાળ અને [ असंख्यातप्रदेशः ] અસંખ્યાતપ્રદેશી છે.
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનો અત્યંત અભાવ હોવાથી ધર્મ (ધર્માસ્તિકાય) ખરેખર અમૂર્તસ્વભાવવાળો છે; અને તેથી જ અશબ્દ છે; સમસ્ત લોકાકાશમાં વ્યાપીને રહેલો હોવાથી લોકવ્યાપક છે; ૧અયુતસિદ્ધ પ્રદેશવાળો હોવાથી અખંડ છે; સ્વભાવથી જ સર્વતઃ વિસ્તૃત હોવાથી વિશાળ છે; નિશ્ચયનયે ૨એકપ્રદેશી હોવા છતાં વ્યવહારનયે અસંખ્યાતપ્રદેશી છે. ૮૩. ૧. યુતસિદ્ધ = જોડાયેલ; સંયોગસિદ્ધ. [ધર્માસ્તિકાયને વિષે જુદા જુદા પ્રદેશોનો સંયોગ થયેલો છે એમ
નથી, તેથી તેમાં વચ્ચે વ્યવધાન – અંતર – અવકાશ નથી; માટે ધર્માસ્તિકાય અખંડ છે.] ૨. એકપ્રદેશી = અવિભાજ્ય-એકક્ષેત્રવાળો. (નિશ્ચયનયે ધર્માસ્તિકાય અવિભાજ્ય-એકપદાર્થ હોવાથી