सहायकारणमात्रत्वेन गमनमनुगृह्णाति, तथा धर्मोऽपि स्वयमगच्छन् अगमयंश्च स्वयमेव *અવિનાભાવી સહાયમાત્ર હોવાથી (ગતિક્રિયાપરિણતને) કારણભૂત છે; પોતાના અસ્તિત્વમાત્રથી નિષ્પન્ન હોવાને લીધે પોતે અકાર્ય છે (અર્થાત્ સ્વયંસિદ્ધ હોવાને લીધે કોઈ અન્યથી ઉત્પન્ન થયો નથી તેથી કોઈ અન્ય કારણના કાર્યરૂપ નથી). ૮૪.
અન્વયાર્થઃ — [ यथा ] જેમ [ लोके ] જગતમાં [ उदकं ] પાણી [ मत्स्यानां ] માછલાંઓને [ गमनानुग्रहकरं भवति ] ગમનમાં અનુગ્રહ કરે છે, [ तथा ] તેમ [ धर्मद्रव्यं ] ધર્મદ્રવ્ય [ जीवपुद्गलानां ] જીવ-પુદ્ગલોને ગમનમાં અનુગ્રહ કરે છે ( – નિમિત્તભૂત હોય છે) એમ [ विजानीहि ] જાણો.
જેમ પાણી પોતે ગમન નહિ કરતું થકું અને (પરને) ગમન નહિ કરાવતું થકું, સ્વયમેવ ગમન કરતાં માછલાંઓને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે *જો કોઈ એક, કોઈ બીજા વિના ન હોય, તો પહેલાને બીજાનું અવિનાભાવી કહેવામાં આવે છે. અહીં ધર્મદ્રવ્યને ‘ગતિક્રિયાપરિણતનું અવિનાભાવી સહાયમાત્ર’ કહ્યું છે તેનો અર્થ એ છે કે —
સ્વયં ગતિક્રિયારૂપે પરિણમતાં હોય તો જ ધર્મદ્રવ્ય તેમને ઉદાસીન સહાયમાત્રરૂપ (નિમિત્તમાત્રરૂપ)
છે, અન્યથા નહિ. પં. ૧૭