૧૩૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गच्छतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन गमनमनुगृह्णाति इति ।।८५।।
जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं ।
ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ।।८६।।
यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यम् ।
स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव ।।८६।।
अधर्मस्वरूपाख्यानमेतत् ।
यथा धर्मः प्रज्ञापितस्तथाधर्मोऽपि प्रज्ञापनीयः । अयं तु विशेषः । स
गतिक्रियायुक्तानामुदकवत्कारणभूतः, एषः पुनः स्थितिक्रियायुक्तानां पृथिवीवत्कारणभूतः ।
ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મ (ધર્માસ્તિકાય) પણ પોતે ગમન નહિ કરતો થકો અને
(પરને) ગમન નહિ કરાવતો થકો, સ્વયમેવ ગમન કરતાં જીવ-પુદ્ગલોને ઉદાસીન
અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે ગમનમાં *અનુગ્રહ કરે છે. ૮૫.
જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે;
પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬.
અન્વયાર્થઃ — [ यथा ] જેમ [ धर्मद्रव्यं भवति ] ધર્મદ્રવ્ય છે [ तथा ] તેમ [ अधर्माख्यम्
द्रव्यम् ] અધર્મ નામનું દ્રવ્ય પણ [ जानीहि ] જાણો; [ तत् तु ] પરંતુ તે (ગતિક્રિયા-
યુક્તને કારણભૂત હોવાને બદલે) [ स्थितिक्रियायुक्तानाम् ] સ્થિતિક્રિયાયુક્તને [ पृथिवी इव ]
પૃથ્વીની માફક [ कारणभूतम् ] કારણભૂત છે (અર્થાત્ સ્થિતિક્રિયાપરિણત જીવ-પુદ્ગલોને
નિમિત્તભૂત છે).
ટીકાઃ — આ, અધર્મના સ્વરૂપનું કથન છે.
જેમ ધર્મનું પ્રજ્ઞાપન કરવામાં આવ્યું, તેમ અધર્મનું પણ પ્રજ્ઞાપન કરવાયોગ્ય છે.
પરંતુ આ (નીચે પ્રમાણે) તફાવત છેઃ પેલો ( – ધર્માસ્તિકાય) ગતિક્રિયાયુક્તને પાણીની
માફક કારણભૂત છે અને આ ( – અધર્માસ્તિકાય) સ્થિતિક્રિયાયુક્તને પૃથ્વીની માફક
કારણભૂત છે. જેમ પૃથ્વી પોતે પહેલેથી જ સ્થિતિરૂપે ( – સ્થિર) વર્તતી થકી અને પરને
*ગમનમાં અનુગ્રહ કરવો એટલે ગમનમાં ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ (નિમિત્તરૂપ) કારણ-
માત્ર હોવું.