કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૩૩
न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य ।
भवति गतेः सः प्रसरो जीवानां पुद्गलानां च ।।८८।।
धर्माधर्मयोर्गतिस्थितिहेतुत्वेऽप्यत्यन्तौदासीन्याख्यापनमेतत् ।
यथा हि गतिपरिणतः प्रभञ्जनो वैजयन्तीनां गतिपरिणामस्य हेतुकर्ता-
ऽवलोक्यते, न तथा धर्मः । स खलु निष्क्रियत्वात् न कदाचिदपि गतिपरिणाममेवा-
पद्यते । कुतोऽस्य सहकारित्वेन परेषां गतिपरिणामस्य हेतुकर्तृत्वम् । किन्तु सलिल-
અન્વયાર્થઃ — [ धर्मास्तिकः ] ધર્માસ્તિકાય [ न गच्छति ] ગમન કરતો નથી [ च ]
અને [ अन्यद्रव्यस्य ] અન્ય દ્રવ્યને [ गमनं न करोति ] ગમન કરાવતો નથી; [ सः ] તે,
[ जीवानां पुद्गलानां च ] જીવો તથા પુદ્ગલોને (ગતિપરિણામમાં આશ્રયમાત્રરૂપ હોવાથી)
[ गतेः प्रसरः ] ગતિનો ઉદાસીન પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારમાં ઉદાસીન નિમિત્તભૂત)
[ भवति ] છે.
ટીકાઃ — ધર્મ અને અધર્મ ગતિ અને સ્થિતિના હેતુઓ હોવા છતાં તેઓ અત્યંત
ઉદાસીન છે એમ અહીં કથન છે.
જેવી રીતે ગતિપરિણત પવન ધજાઓના ગતિપરિણામનો હેતુકર્તા જોવામાં આવે
છે, તેવી રીતે ધર્મ (જીવ-પુદ્ગલોના ગતિપરિણામનો હેતુકર્તા) નથી. તે (ધર્મ) ખરેખર
નિષ્ક્રિય હોવાથી ક્યારેય ગતિપરિણામને જ પામતો નથી; તો પછી તેને (પરના) *સહકારી
તરીકે પરના ગતિપરિણામનું હેતુકર્તાપણું ક્યાંથી હોય? (ન જ હોય.) પરંતુ જેવી રીતે
*સહકારી = સાથે કાર્ય કરનાર અર્થાત્ સાથે ગતિ કરનાર. [ધજાની સાથે પવન પણ ગતિ કરતો
હોવાથી અહીં પવનને (ધજાના) સહકારી તરીકે હેતુકર્તા કહ્યો છે; અને જીવ-પુદ્ગલોની સાથે
ધર્માસ્તિકાય ગમન નહિ કરતાં (અર્થાત્ સહકારી નહિ બનતાં), માત્ર તેમને (ગતિમાં) આશ્રયરૂપ
કારણ બનતો હોવાથી ધર્માસ્તિકાયને ઉદાસીન નિમિત્ત કહ્યો છે. પવનને હેતુકર્તા કહ્યો તેનો એવો
અર્થ કદી ન સમજવો કે પવન ધજાઓના ગતિપરિણામને કરાવતો હશે. ઉદાસીન નિમિત્ત હો
કે હેતુકર્તા હો — બંને પરમાં અકિંચિત્કર છે. તેમનામાં માત્ર ઉપર કહ્યો તેટલો જ તફાવત છે.
હવે પછીની ગાથાની ટીકામાં આચાર્યદેવ પોતે જ કહેશે કે ‘ખરેખર સમસ્ત ગતિસ્થિતિમાન પદાર્થો
પોતાના પરિણામોથી જ નિશ્ચયે ગતિસ્થિતિ કરે છે’. માટે ધજા, સવાર ઇત્યાદિ બધાંય, પોતાના
પરિણામોથી જ ગતિસ્થિતિ કરે છે, તેમાં ધર્મ તેમ જ પવન, તથા અધર્મ તેમ જ અશ્વ અવિશેષપણે
અકિંચિત્કર છે એમ નિર્ણય કરવો.]