भवति । अपि च यथा गतिपूर्वस्थितिपरिणतस्तुरङ्गोऽश्ववारस्य स्थितिपरिणामस्य
પાણી માછલાંઓને (ગતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિનું ઉદાસીન જ પ્રસારનાર છે, તેવી રીતે ધર્મ જીવ-પુદ્ગલોને (ગતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિનો ઉદાસીન જ પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારનું ઉદાસીન જ નિમિત્ત) છે.
વળી (અધર્માસ્તિકાય વિષે પણ એમ છે કે) — જેવી રીતે ગતિપૂર્વક-સ્થિતિપરિણત અશ્વ સવારના (ગતિપૂર્વક) સ્થિતિપરિણામનો હેતુકર્તા જોવામાં આવે છે, તેવી રીતે અધર્મ (જીવ-પુદ્ગલોના ગતિપૂર્વક સ્થિતિપરિણામનો હેતુકર્તા) નથી. તે (અધર્મ) ખરેખર નિષ્ક્રિય હોવાથી ક્યારેય ગતિપૂર્વક સ્થિતિપરિણામને જ પામતો નથી; તો પછી તેને (પરના) *સહસ્થાયી તરીકે પરના ગતિપૂર્વક સ્થિતિપરિણામનું હેતુકર્તાપણું ક્યાંથી હોય? (ન જ હોય.) પરંતુ જેવી રીતે પૃથ્વી અશ્વને (ગતિપૂર્વક સ્થિતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિપૂર્વક સ્થિતિની ઉદાસીન જ પ્રસારનાર છે, તેવી રીતે અધર્મ જીવ-પુદ્ગલોને (ગતિપૂર્વક સ્થિતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિપૂર્વક સ્થિતિનો ઉદાસીન જ પ્રસારનાર (અર્થાત્ ગતિપૂર્વક-સ્થિતિપ્રસારનું ઉદાસીન જ નિમિત્ત) છે. ૮૮.
સ્થિતિને પામનારાં જીવ-પુદ્ગલોની સાથે સ્થિતિ કરતો નથી, પહેલેથી જ સ્થિત છે; આ રીતે તે
સહસ્થાયી નહિ હોવાથી જીવ-પુદ્ગલોના ગતિપૂર્વક સ્થિતિપરિણામનો હેતુકર્તા નથી.]