કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૩૫
विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव सम्भवति ।
ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति ।।८९।।
धर्माधर्मयोरौदासीन्ये हेतूपन्यासोऽयम् ।
धर्मः किल न जीवपुद्गलानां कदाचिद्गतिहेतुत्वमभ्यस्यति, न कदाचित्स्थिति-
हेतुत्वमधर्मः । तौ हि परेषां गतिस्थित्योर्यदि मुख्यहेतू स्यातां तदा येषां गतिस्तेषां
गतिरेव, न स्थितिः, येषां स्थितिस्तेषां स्थितिरेव, न गतिः । तत एकेषामपि
गतिस्थितिदर्शनादनुमीयते न तौ तयोर्मुख्यहेतू । कि न्तु व्यवहारनयव्यवस्थापितौ
उदासीनौ । कथमेवं गतिस्थितिमतां पदार्थानां गतिस्थिती भवत इति चेत्, सर्वे
અન્વયાર્થઃ — [ येषां गमनं विद्यते ] (ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુઓ
નથી, કારણ કે) જેમને ગતિ હોય છે [ तेषाम् एव पुनः स्थानं सम्भवति ] તેમને જ વળી
સ્થિતિ થાય છે (અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે). [ ते तु ]
તેઓ (ગતિસ્થિતિમાન પદાર્થો) તો [ स्वकपरिणामैः ] પોતાના પરિણામોથી [ गमनं स्थानं
च ] ગતિ અને સ્થિતિ [ कुर्वन्ति ] કરે છે.
ટીકાઃ — આ, ધર્મ અને અધર્મના ઉદાસીનપણાની બાબતમાં હેતુ કહેવામાં
આવ્યો છે.
ખરેખર (નિશ્ચયથી) ધર્મ જીવ-પુદ્ગલોને કદી ગતિહેતુ થતો નથી, અધર્મ કદી
સ્થિતિહેતુ થતો નથી; કારણ કે તેઓ પરને ગતિસ્થિતિના જો મુખ્ય હેતુ (નિશ્ચયહેતુ)
થાય, તો જેમને ગતિ હોય તેમને ગતિ જ રહેવી જોઈએ, સ્થિતિ ન થવી
જોઈએ, અને જેમને સ્થિતિ હોય તેમને સ્થિતિ જ રહેવી જોઈએ, ગતિ ન થવી
જોઈએ. પરંતુ એકને જ ( – તેના તે જ પદાર્થને) ગતિ અને સ્થિતિ થતી જોવામાં
આવે છે; તેથી અનુમાન થઈ શકે છે કે તેઓ (ધર્મ-અધર્મ) ગતિ-સ્થિતિના મુખ્ય
હેતુ નથી, પરંતુ વ્યવહારનયસ્થાપિત (વ્યવહારનય વડે સ્થાપવામાં — કહેવામાં આવેલા)
ઉદાસીન હેતુ છે.
પ્રશ્નઃ — એ પ્રમાણે હોય તો ગતિસ્થિતિમાન પદાર્થોને ગતિસ્થિતિ કઈ રીતે થાય
છે?