तदा सर्वोत्कृष्टस्वाभाविकोर्ध्वगतिपरिणता भगवंतः सिद्धा बहिरङ्गान्तरङ्गसाधनसामग्ा्रयां सत्यामपि कुतस्तत्राकाशे तिष्ठन्ति इति ।।९२।।
અન્વયાર્થઃ — [ यदि आकाशम् ] જો આકાશ [ गमनस्थितिकारणाभ्याम् ] ગતિ- સ્થિતિનાં કારણ સહિત [ अवकाशं ददाति ] અવકાશ આપતું હોય (અર્થાત્ જો આકાશ અવકાશહેતુ પણ હોય અને ગતિ-સ્થિતિહેતુ પણ હોય) તો [ ऊर्ध्वंगतिप्रधानाः सिद्धाः ] ઊર્ધ્વગતિપ્રધાન સિદ્ધો [ तत्र ] તેમાં (આકાશમાં) [ कथम् ] કેમ [ तिष्ठन्ति ] સ્થિર હોય? (આગળ ગમન કેમ ન કરે?)
ટીકાઃ — જે કેવળ અવકાશનો જ હેતુ છે એવું જે આકાશ તેને વિષે ગતિસ્થિતિ- હેતુત્વ (પણ) હોવાની શંકા કરવામાં આવે તો દોષ આવે છે તેનું આ કથન છે.
જો આકાશ, જેમ તે *અવગાહવાળાઓને અવગાહહેતુ છે તેમ, ગતિસ્થિતિ- વાળાઓને ગતિ-સ્થિતિહેતુ પણ હોય, તો સર્વોત્કૃષ્ટ સ્વાભાવિક ઊર્ધ્વગતિએ પરિણત સિદ્ધભગવંતો, બહિરંગ-અંતરંગ સાધનરૂપ સામગ્રી હોવા છતાં પણ, કેમ ( – કયા કારણે) તેમાં — આકાશમાં — સ્થિર હોય? ૯૨.
અન્વયાર્થઃ — [ यस्मात् ] જેથી [ जिनवरैः ] જિનવરોએ [ सिद्धानाम् ] સિદ્ધોની *અવગાહ=લીન થવું તે; મજ્જિત થવું તે; અવકાશ પામવો તે.