કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૩૯
स्थितिपक्षोपन्यासोऽयम् ।
यतो गत्वा भगवन्तः सिद्धाः लोकोपर्यवतिष्ठन्ते, ततो गतिस्थितिहेतुत्वमाकाशे
नास्तीति निश्चेतव्यम् । लोकालोकावच्छेदकौ धर्माधर्मावेव गतिस्थितिहेतू मन्तव्याविति ।।९३।।
जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं ।
पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवुड्ढी ।।९४।।
यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषाम् ।
प्रसजत्यलोकहानिर्लोकस्य चान्तपरिवृद्धिः ।।९४।।
आकाशस्य गतिस्थितिहेतुत्वाभावे हेतूपन्यासोऽयम् ।
नाकाशं गतिस्थितिहेतुः लोकालोकसीमव्यवस्थायास्तथोपपत्तेः । यदि गति-
[ उपरिस्थानं ] લોકના ઉપર સ્થિતિ [ प्रज्ञप्तम् ] કહી છે, [ तस्मात् ] તેથી [ गमनस्थानम् आकाशे
न अस्ति ] ગતિ-સ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત્ ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે
નથી) [ इति जानीहि ] એમ જાણો.
ટીકાઃ — (ગતિપક્ષ સંબંધી કથન કર્યા પછી) આ, સ્થિતિપક્ષ સંબંધી કથન છે.
જેથી સિદ્ધભગવંતો ગમન કરીને લોકના ઉપર સ્થિર થાય છે (અર્થાત્ લોકના ઉપર
ગતિપૂર્વક સ્થિતિ કરે છે), તેથી ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી એમ નિશ્ચય કરવો;
લોક અને અલોકનો વિભાગ કરનારા ધર્મ તથા અધર્મને જ ગતિ તથા સ્થિતિના હેતુ
માનવા. ૯૩.
નભ હોય જો ગતિહેતુ ને સ્થિતિહેતુ પુદ્ગલ-જીવને,
તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪.
અન્વયાર્થઃ — [ यदि ] જો [ आकाशं ] આકાશ [ तेषाम् ] જીવ-પુદ્ગલોને [ गमन-
हेतुः ] ગતિહેતુ અને [ स्थानकारणं ] સ્થિતિહેતુ [ भवति ] હોય તો [ अलोकहानिः ] અલોકની
હાનિનો [ च ] અને [ लोकस्य अन्तपरिवृद्धिः ] લોકના અંતની વૃદ્ધિનો [ प्रसजति ] પ્રસંગ આવે.
ટીકાઃ — અહીં, આકાશને ગતિસ્થિતિહેતુત્વનો અભાવ હોવા વિષે હેતુ રજૂ
કરવામાં આવ્યો છે.
આકાશ ગતિ-સ્થિતિનો હેતુ નથી, કારણ કે લોક અને અલોકની સીમાની વ્યવસ્થા