એ રીતે જ બની શકે છે. જો આકાશને જ ગતિ-સ્થિતિનું નિમિત્ત માનવામાં આવે, તોઆકાશનો સદ્ભાવ સર્વત્ર હોવાને લીધે જીવ-પુદ્ગલોની ગતિસ્થિતિની કોઈ સીમા નહિરહેવાથી પ્રતિક્ષણ અલોકની હાનિ થાય અને પહેલાં પહેલાં વ્યવસ્થાપિત થયેલો લોકનો અંતઉત્તરોત્તર વૃદ્ધિને પામવાથી લોકનો અંત જ તૂટી પડે (અર્થાત્ પહેલાં પહેલાં નિશ્ચિત થયેલોલોકનો અંત પછી પછી આગળ વધતો જવાથી લોકનો અંત જ બની શકે નહિ). માટેઆકાશને વિષે ગતિ-સ્થિતિનો હેતુ નથી. ૯૪.
તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં;
ભાખ્યું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ.૯૫.
અન્વયાર્થઃ — [ तस्मात् ] તેથી [ गमनस्थितिकारणे ] ગતિ અને સ્થિતિનાં કારણ[ धर्माधर्मौ ] ધર્મ અને અધર્મ છે, [ न आकाशम् ] આકાશ નહિ. [ इति ] આમ [ लोकस्वभावंशृण्वताम् ] લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે [ जिनवरैः भणितम् ] જિનવરોએ કહ્યું છે.