व्यवहारेण गतिस्थित्यवगाहहेतुत्वरूपेण निश्चयेन विभक्त प्रदेशत्वरूपेण विशेषेण पृथगुपलभ्य- मानेनान्यत्वभाञ्ज्येव भवन्तीति ।।९६।।
અન્વયાર્થઃ — [ धर्माधर्माकाशानि ] ધર્મ, અધર્મ અને આકાશ (લોકાકાશ) [ समान- परिमाणानि ] સમાન પરિમાણવાળાં [ अपृथग्भूतानि ] અપૃથગ્ભૂત હોવાથી તેમ જ [ पृथगुप- लब्धिविशेषाणि ] પૃથક્-ઉપલબ્ધ (ભિન્નભિન્ન) વિશેષવાળાં હોવાથી [ एकत्वम् अन्यत्वम् ] એકત્વ તેમ જ અન્યત્વને [ कुर्वन्ति ] કરે છે.
ટીકાઃ — અહીં, ધર્મ, અધર્મ અને લોકાકાશનું અવગાહની અપેક્ષાએ એકત્વ હોવા છતાં વસ્તુપણે અન્યત્વ કહેવામાં આવ્યું છે.
ધર્મ, અધર્મ અને લોકાકાશ સમાન પરિમાણવાળાં હોવાને લીધે સાથે રહેલાં હોવામાત્રથી જ ( – માત્ર એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ) એકત્વવાળાં છે; વસ્તુતઃ તો, (૧) વ્યવહારે ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વરૂપ (પૃથક્-ઉપલબ્ધ વિશેષ વડે) તથા (૨) નિશ્ચયે ૧વિભક્તપ્રદેશત્વરૂપ પૃથક્-ઉપલબ્ધ ૨વિશેષ વડે, તેઓ અન્યત્વવાળાં જ છે.
ભાવાર્થઃ — ધર્મ, અધર્મ અને લોકાકાશનું એકત્વ તો કેવળ એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ કહી શકાય છે; વસ્તુપણે તો તેમને અન્યત્વ જ છે, કારણ કે (૧) તેમનાં લક્ષણો ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વરૂપ ભિન્નભિન્ન છે તથા (૨) તેમના પ્રદેશો પણ ભિન્નભિન્ન છે. ૯૬.
આ રીતે આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું. ૧. વિભક્ત=ભિન્ન. [ધર્મ, અધર્મ અને આકાશને ભિન્નપ્રદેશપણું છે.] ૨. વિશેષ=ખાસિયત; વિશિષ્ટતા; વિશેષતા. [વ્યવહારે તથા નિશ્ચયે ધર્મ, અધર્મ અને આકાશના વિશેષ