सद्भावस्वभावं चेतनं, चैतन्याभावस्वभावमचेतनम् । तत्रामूर्तमाकाशं, अमूर्तः कालः, अमूर्तः स्वरूपेण जीवः पररूपावेशान्मूर्तोऽपि, अमूर्तो धर्मः, अमूर्तोऽधर्मः, मूर्तः
અન્વયાર્થઃ — [ आकाशकालजीवाः ] આકાશ, કાળ, જીવ, [ धर्माधर्मौ च ] ધર્મ અને અધર્મ [ मूर्तिपरिहीनाः ] અમૂર્ત છે, [ पुद्गलद्रव्यं मूर्तं ] પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. [ तेषु ] તેમાં [ जीवः ] જીવ [ खलु ] ખરેખર [ चेतनः ] ચેતન છે.
ટીકાઃ — અહીં દ્રવ્યોનું મૂર્તામૂર્તપણું ( – મૂર્તપણું અથવા અમૂર્તપણું) અને ચેતના- ચેતનપણું ( – ચેતનપણું અથવા અચેતનપણું) કહેવામાં આવ્યું છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે મૂર્ત છે; સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે તે અમૂર્ત છે. ચૈતન્યનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે ચેતન છે; ચૈતન્યનો અભાવ જેનો સ્વભાવ છે તે અચેતન છે. ત્યાં, આકાશ અમૂર્ત છે, કાળ અમૂર્ત છે, જીવ સ્વરૂપે અમૂર્ત છે, પરરૂપમાં ૨પ્રવેશ દ્વારા ( – મૂર્ત દ્રવ્યના સંયોગની અપેક્ષાએ) ૧. ચૂલિકા=શાસ્ત્રમાં નહિ કહેવાઈ ગયેલાનું વ્યાખ્યાન કરવું અથવા કહેવાઈ ગયેલાનું વિશેષ વ્યાખ્યાન
કરવું અથવા બન્નેનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે. ૨. જીવ નિશ્ચયે અમૂર્ત-અખંડ-એકપ્રતિભાસમય હોવાથી અમૂર્ત છે, રાગાદિરહિત સહજાનંદ જેનો એક
વ્યવહારે મૂર્ત પણ છે.