सहभूताः जीवाः, सक्रिया बहिरङ्गसाधनेन सहभूताः पुद्गलाः । निष्क्रियमाकाशं, निष्क्रियो धर्मः, निष्क्रियोऽधर्मः, निष्क्रियः कालः । जीवानां सक्रियत्वस्य बहिरङ्गसाधनं મૂર્ત પણ છે, ધર્મ અમૂર્ત છે, અધર્મ અમૂર્ત છે; પુદ્ગલ જ એક મૂર્ત છે. આકાશ અચેતન છે, કાળ અચેતન છે, ધર્મ અચેતન છે, અધર્મ અચેતન છે, પુદ્ગલ અચેતન છે; જીવ જ એક ચેતન છે. ૯૭.
અન્વયાર્થઃ — [ सह जीवाः पुद्गलकायाः ] બાહ્ય કરણ સહિત રહેલા જીવો અને પુદ્ગલો [ सक्रियाः भवन्ति ] સક્રિય છે, [ न च शेषाः ] બાકીનાં દ્રવ્યો સક્રિય નથી ( – નિષ્ક્રિય છે); [ जीवाः ] જીવો [ पुद्गलकरणाः ] પુદ્ગલકરણવાળા ( – જેમને સક્રિયપણામાં પુદ્ગલ બહિરંગ સાધન હોય એવા) છે [ स्कन्धाः खलु कालकरणाः तु ] અને સ્કંધો અર્થાત્ પુદ્ગલો તો કાળકરણવાળા ( – જેમને સક્રિયપણામાં કાળ બહિરંગ સાધન હોય એવા) છે.
પ્રદેશાંતરપ્રાપ્તિનો હેતુ ( – અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ) એવો જે પરિસ્પંદરૂપ પર્યાય, તે ક્રિયા છે. ત્યાં, બહિરંગ સાધન સાથે રહેલા જીવો સક્રિય છે; બહિરંગ સાધન સાથે રહેલા પુદ્ગલો સક્રિય છે. આકાશ નિષ્ક્રિય છે; ધર્મ નિષ્ક્રિય છે; અધર્મ નિષ્ક્રિય છે; કાળ નિષ્ક્રિય છે.