૧૪
૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कर्मनोकर्मोपचयरूपाः पुद्गला इति ते पुद्गलकरणाः । तदभावान्निःक्रियत्वं सिद्धानाम् ।
पुद्गलानां सक्रियत्वस्य बहिरङ्गसाधनं परिणामनिर्वर्तकः काल इति ते कालकरणाः । न च
कर्मादीनामिव कालस्याभावः । ततो न सिद्धानामिव निष्क्रियत्वं पुद्गलानामिति ।।९८।।
जे खलु इंदियगेज्झा विसया जीवेहिं होंति ते मुत्ता ।
सेसं हवदि अमुत्तं चित्तं उभयं समादियदि ।।९९।।
ये खलु इन्द्रियग्राह्या विषया जीवैर्भवन्ति ते मूर्ताः ।
शेषं भवत्यमूर्तं चित्तमुभयं समाददाति ।।९९।।
मूर्तामूर्तलक्षणाख्यानमेतत् ।
જીવોને સક્રિયપણાનું બહિરંગ સાધન કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્ગલો છે; તેથી
જીવો પુદ્ગલકરણવાળા છે. તેના અભાવને લીધે ( – પુદ્ગલકરણના અભાવને લીધે) સિદ્ધોને
નિષ્ક્રિયપણું છે (અર્થાત્ સિદ્ધોને કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્ગલોનો અભાવ હોવાથી તેઓ
નિષ્ક્રિય છે.) પુદ્ગલોને સક્રિયપણાનું બહિરંગ સાધન *પરિણામનિષ્પાદક કાળ છે; તેથી
પુદ્ગલો કાળકરણવાળા છે.
કર્માદિકની માફક (અર્થાત્ જેમ કર્મ-નોકર્મરૂપ પુદ્ગલોનો અભાવ થાય છે તેમ)
કાળનો અભાવ હોતો નથી; તેથી સિદ્ધોની માફક (અર્થાત્ જેમ સિદ્ધોને નિષ્ક્રિયપણું હોય
છે તેમ) પુદ્ગલોને નિષ્ક્રિયપણું હોતું નથી. ૯૮.
છે જીવને જે વિષય ઇન્દ્રિયગ્રાહ્ય, તે સૌ મૂર્ત છે;
બાકી બધુંય અમૂર્ત છે; મન જાણતું તે ઉભયને. ૯૯.
અન્વયાર્થઃ — [ ये खलु ] જે પદાર્થો [ जीवैः इन्द्रियग्राह्याः विषयाः ] જીવોના
ઇન્દ્રિયગ્રાહ્ય વિષયો છે [ ते मूर्ताः भवन्ति ] તેઓ મૂર્ત છે અને [ शेषं ] બાકીનો પદાર્થસમૂહ
[ अमूर्तं भवति ] અમૂર્ત છે. [ चित्तम् ] ચિત્ત [ उभयं ] તે બંનેને [ समाददाति ] ગ્રહણ કરે છે
( – જાણે છે).
ટીકાઃ — આ, મૂર્ત અને અમૂર્તનાં લક્ષણનું કથન છે.
*પરિણામનિષ્પાદક=પરિણામનો નિપજાવનારો; પરિણામ નીપજવામાં જે નિમિત્તભૂત (બહિરંગ
સાધનભૂત) છે એવો.