કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૪૫
इह हि जीवैः स्पर्शनरसनघ्राणचक्षुर्भिरिन्द्रियैस्तद्विषयभूताः स्पर्शरसगन्धवर्णस्वभावा
अर्था गृह्यन्ते । श्रोत्रेन्द्रियेण तु त एव तद्विषयहेतुभूतशब्दाकारपरिणता गृह्यन्ते । ते
कदाचित्स्थूलस्कन्धत्वमापन्नाः कदाचित्सूक्ष्मत्वमापन्नाः कदाचित्परमाणुत्वमापन्नाः इन्द्रिय-
ग्रहणयोग्यतासद्भावाद् गृह्यमाणा अगृह्यमाणा वा मूर्ता इत्युच्यन्ते । शेषमितरत् समस्तमप्यर्थ-
जातं स्पर्शरसगन्धवर्णाभावस्वभावमिन्द्रियग्रहणयोग्यताया अभावादमूर्तमित्युच्यते । चित्तग्रहण-
योग्यतासद्भावभाग्भवति तदुभयमपि; चित्तं ह्यनियतविषयमप्राप्यकारि मतिश्रुतज्ञानसाधनीभूतं
मूर्तममूर्तं च समाददातीति ।।९९।। — इति चूलिका समाप्ता ।
આ લોકમાં જીવો વડે સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય અને ચક્ષુરિંદ્રિય દ્વારા
તેમના ( – તે ઇન્દ્રિયોના) વિષયભૂત, સ્પર્શ-રસ-ગંધ-વર્ણસ્વભાવવાળા પદાર્થો ( – સ્પર્શ,
રસ, ગંધ અને વર્ણ જેમનો સ્વભાવ છે એવા પદાર્થો) ગ્રહાય છે ( – જણાય છે); અને
શ્રોત્રેંદ્રિય દ્વારા તે જ પદાર્થો તેના (શ્રોત્રેંદ્રિયના) ૧વિષયહેતુભૂત શબ્દાકારે પરિણમ્યા થકા
ગ્રહાય છે. તેઓ (તે પદાર્થો), કદાચિત્ સ્થૂલસ્કંધપણાને પામતા થકા, કદાચિત્ સૂક્ષ્મત્વને
(સૂક્ષ્મસ્કંધપણાને) પામતા થકા અને કદાચિત્ પરમાણુપણાને પામતા થકા ઇન્દ્રિયો દ્વારા
ગ્રહાતા હોય કે ન ગ્રહાતા હોય, ઇન્દ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાનો (સદા) સદ્ભાવ
હોવાથી ‘મૂર્ત’ કહેવાય છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે એવો બાકીનો અન્ય સમસ્ત
પદાર્થસમૂહ ઇંદ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાના અભાવને લીધે ‘અમૂર્ત’ કહેવાય છે.
તે બંને ( – પૂર્વોક્ત બંને પ્રકારના પદાર્થો) ચિત્ત વડે ગ્રહાવાની યોગ્યતાના
સદ્ભાવવાળા છે; ચિત્ત — કે જે ૨અનિયત વિષયવાળું, ૩અપ્રાપ્યકારી અને મતિશ્રુતજ્ઞાનના
સાધનભૂત ( – મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનમાં નિમિત્તભૂત) છે તે — મૂર્ત તેમ જ અમૂર્તને ગ્રહણ
કરે છે ( – જાણે છે). ૯૯.
આ રીતે ચૂલિકા સમાપ્ત થઈ.
૧. તે સ્પર્શ-રસ-ગંધ-વર્ણસ્વભાવવાળા પદાર્થોને (અર્થાત્ પુદ્ગલોને) શ્રોત્રેંદ્રિયના વિષય થવામાં હેતુભૂત
શબ્દાકારપરિણામ છે, તેથી તે પદાર્થો (પુદ્ગલો) શબ્દાકારે પરિણમ્યા થકા શ્રોત્રેદ્રિંય દ્વારા ગ્રહાય છે.
૨. અનિયત=અનિશ્ચિત. [જેમ પાંચ ઇન્દ્રિયોમાંની પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય નિયત છે તેમ મનનો વિષય
નિયત નથી, અનિયત છે.]
૩. અપ્રાપ્યકારી=જ્ઞેય વિષયોને સ્પર્શ્યા વિના કાર્ય કરનાર — જાણનાર. [મન અને ચક્ષુ અપ્રાપ્યકારી
છે, ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે.]
પં. ૧૯