૧૪
૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ कालद्रव्यव्याख्यानम् ।
कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो ।
दोण्हं एस सहावो कालो खणभंगुरो णियदो ।।१००।।
कालः परिणामभवः परिणामो द्रव्यकालसम्भूतः ।
द्वयोरेष स्वभावः कालः क्षणभङ्गुरो नियतः ।।१००।।
व्यवहारकालस्य निश्चयकालस्य च स्वरूपाख्यानमेतत् ।
तत्र क्रमानुपाती समयाख्यः पर्यायो व्यवहारकालः, तदाधारभूतं द्रव्यं निश्चयकालः । तत्र
व्यवहारकालो निश्चयकालपर्यायरूपोपि जीवपुद्गलानां परिणामेनावच्छिद्यमानत्वात्तत्परिणामभव
इत्युपगीयते, जीवपुद्गलानां परिणामस्तु बहिरङ्गनिमित्तभूतद्रव्यकालसद्भावे सति सम्भूतत्वाद्द्̄रव्य-
कालसम्भूत इत्यभिधीयते । तत्रेदं तात्पर्यं — व्यवहारकालो जीवपुद्गलपरिणामेन निश्चीयते,
હવે કાળદ્રવ્યનું વ્યાખ્યાન છે.
પરિણામભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે;
– આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦.
અન્વયાર્થઃ — [ कालः परिणामभवः ] કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે (અર્થાત્
વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી મપાય છે); [ परिणामः द्रव्यकालसम्भूतः ] પરિણામ
દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. — [ द्वयोः एषः स्वभावः ] આ, બંનેનો સ્વભાવ છે. [ कालः
क्षणभङ्गुरः नियतः ] કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે.
ટીકાઃ — આ, વ્યવહારકાળ તથા નિશ્ચયકાળના સ્વરૂપનું કથન છે.
ત્યાં, ‘સમય’ નામનો જે ક્રમિક પર્યાય તે વ્યવહારકાળ છે; તેના આધારભૂત દ્રવ્ય
તે નિશ્ચયકાળ છે.
ત્યાં, વ્યવહારકાળ નિશ્ચયકાળના પર્યાયરૂપ હોવા છતાં જીવ-પુદ્ગલોના પરિણામથી
મપાતો — જણાતો હોવાને લીધે ‘જીવ-પુદ્ગલોના પરિણામથી ઉત્પન્ન થતો’ કહેવાય છે; અને
જીવ-પુદ્ગલોના પરિણામ બહિરંગ-નિમિત્તભૂત દ્રવ્યકાળના સદ્ભાવમાં ઉત્પન્ન થતા હોવાને
લીધે ‘દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા’ કહેવાય છે. ત્યાં, તાત્પર્ય એ છે કે — વ્યવહારકાળ જીવ-
પુદ્ગલોના પરિણામ વડે નક્કી થાય છે; અને નિશ્ચયકાળ જીવ-પુદ્ગલોના પરિણામની