सद्भावमावेदयन् भवति नित्यः । यस्तु पुनरुत्पन्नमात्र एव प्रध्वंस्यते स खलु तस्यैव અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જીવ-પુદ્ગલોના પરિણામ બીજી રીતે નહિ બની શકતા હોવાથી) નક્કી થાય છે.
ત્યાં, વ્યવહારકાળ *ક્ષણભંગી છે, કારણ કે સૂક્ષ્મ પર્યાય એવડો જ માત્ર ( – ક્ષણમાત્ર જેવડો જ, સમયમાત્ર જેવડો જ) છે; નિશ્ચયકાળ નિત્ય છે, કારણ કે તે પોતાના ગુણ-પર્યાયોના આધારભૂત દ્રવ્યપણે સદાય અવિનાશી છે. ૧૦૦.
અન્વયાર્થઃ — [ कालः इति च व्यपदेशः ] ‘કાળ’ એવો વ્યપદેશ [ सद्भावप्ररूपकः ] સદ્ભાવનો પ્રરૂપક છે તેથી [ नित्यः भवति ] કાળ (નિશ્ચયકાળ) નિત્ય છે. [ उत्पन्नध्वंसी अपरः ] ઉત્પન્નધ્વંસી એવો જે બીજો કાળ (અર્થાત્ ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થનારો જે વ્યવહારકાળ) તે [ दीर्घान्तरस्थायी ] (ક્ષણિક હોવા છતાં પ્રવાહઅપેક્ષાએ) દીર્ઘ સ્થિતિનો પણ (કહેવાય) છે.
‘આ કાળ છે, આ કાળ છે’ એમ કરીને જે દ્રવ્યવિશેષનો સદા વ્યપદેશ (નિર્દેશ, કથન) કરવામાં આવે છે, તે (દ્રવ્યવિશેષ અર્થાત્ નિશ્ચયકાળરૂપ ખાસ દ્રવ્ય) ખરેખર પોતાના સદ્ભાવને જાહેર કરતું થકું નિત્ય છે; અને જે ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થાય *ક્ષણભંગી=ક્ષણે ક્ષણે નાશ પામનારો; પ્રતિસમય જેનો ધ્વંસ થાય છે એવો; ક્ષણભંગુર; ક્ષણિક.