व्यवहारो विप्रतिषिध्यते । तदत्र निश्चयकालो नित्यः द्रव्यरूपत्वात्, व्यवहारकालः क्षणिकः
છે, તે (વ્યવહારકાળ) ખરેખર તે જ દ્રવ્યવિશેષનો ‘સમય’ નામનો પર્યાય છે. તે ક્ષણભંગી હોવા છતાં પણ પોતાની સંતતિને (પ્રવાહને) દર્શાવતો હોવાને લીધે તેને નયના બળથી ‘લાંબા વખત સુધી ટકનારો’ કહેવામાં દોષ નથી; તેથી આવલિકા, પલ્યોપમ, સાગરોપમ ઇત્યાદિ વ્યવહારનો નિષેધ કરવામાં આવતો નથી.
એ રીતે અહીં એમ કહ્યું કે — નિશ્ચયકાળ દ્રવ્યરૂપ હોવાથી નિત્ય છે, વ્યવહારકાળ પર્યાયરૂપ હોવાથી ક્ષણિક છે. ૧૦૧.
અન્વયાર્થઃ — [ एते ] આ [ कालाकाशे ] કાળ, આકાશ, [ धर्माधर्मौ ] ધર્મ, અધર્મ, [ पुद्गलाः ] પુદ્ગલો [ च ] અને [ जीवाः ] જીવો (બધાં) [ द्रव्यसञ्ज्ञां लभन्ते ] ‘દ્રવ્ય’સંજ્ઞાને પામે છે; [ कालस्य तु ] પરંતુ કાળને [ कायत्वम् ] કાયપણું [ न अस्ति ] નથી.
ટીકાઃ — આ, કાળને દ્રવ્યપણાના વિધાનનું અને અસ્તિકાયપણાના નિષેધનું કથન છે (અર્થાત્ કાળને દ્રવ્યપણું છે પણ અસ્તિકાયપણું નથી એમ અહીં કહ્યું છે).
જેમ ખરેખર જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને દ્રવ્યનાં સઘળાં લક્ષણોનો સદ્ભાવ હોવાથી તેઓ ‘દ્રવ્ય’સંજ્ઞાને પામે છે, તેમ કાળ પણ (તેને દ્રવ્યના સઘળાં લક્ષણોનો