કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૪૯
भवन्ति, तथा कालोऽपि । इत्येवं षड्द्रव्याणि । किन्तु यथा जीवपुद्गलधर्माधर्माकाशानां
द्वयादिप्रदेशलक्षणत्वमस्ति अस्तिकायत्वं, न तथा लोकाकाशप्रदेशसंख्यानामपि कालाणूनामेक-
प्रदेशत्वादस्त्यस्तिकायत्वम् । अत एव च पञ्चास्तिकायप्रकरणे न हीह मुख्यत्वेनोपन्यस्तः
कालः । जीवपुद्गलपरिणामावच्छिद्यमानपर्यायत्वेन तत्परिणामान्यथानुपपत्त्यानुमीयमानद्रव्यत्वेना-
त्रैवान्तर्भावितः ।।१०२।।
— इति कालद्रव्यव्याख्यानं समाप्तम् ।
एवं पवयणसारं पंचत्थियसंगहं वियाणित्ता ।
जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ।।१०३।।
સદ્ભાવ હોવાથી) ‘દ્રવ્ય’સંજ્ઞાને પામે છે. એ પ્રમાણે છ દ્રવ્યો છે. પરંતુ જેમ જીવ, પુદ્ગલ,
ધર્મ, અધર્મ અને આકાશને ૧દ્વિ-આદિ પ્રદેશો જેનું લક્ષણ છે એવું અસ્તિકાયપણું છે, તેમ
કાળાણુઓને — જોકે તેમની સંખ્યા લોકાકાશના પ્રદેશો જેટલી (અસંખ્ય) છે તોપણ —
એકપ્રદેશીપણાને લીધે અસ્તિકાયપણું નથી. અને આમ હોવાથી જ (અર્થાત્ કાળ અસ્તિકાય
નહિ હોવાથી જ) અહીં પંચાસ્તિકાયના પ્રકરણમાં મુખ્યપણે કાળનું કથન કરવામાં આવ્યું
નથી; (પરંતુ) જીવ-પુદ્ગલોના પરિણામ દ્વારા જે જણાય છે — મપાય છે એવા તેના પર્યાય
હોવાથી તથા જીવ-પુદ્ગલોના પરિણામની અન્યથા અનુપપત્તિ દ્વારા જેનું અનુમાન થાય છે
એવું તે દ્રવ્ય હોવાથી તેને અહીં ૨અંતર્ભૂત કરવામાં આવ્યો છે. ૧૦૨.
આ રીતે કાળદ્રવ્યનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
એ રીત પ્રવચનસારરૂપ ‘પંચાસ્તિસંગ્રહ’ જાણીને
જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૦૩.
૧. દ્વિ-આદિ=બે અથવા વધારે; બેથી માંડીને અનંત પર્યંત.
૨. અંતર્ભૂત કરવું=અંદર સમાવી લેવું; સમાવિષ્ટ કરવું; સમાવેશ કરવો. [આ ‘પંચાસ્તિકાયસંગ્રહ નામના
શાસ્ત્રમાં કાળનું મુખ્યપણે વર્ણન નથી, પાંચ અસ્તિકાયોનું મુખ્યપણે વર્ણન છે. ત્યાં જીવાસ્તિકાય
અને પુદ્ગલાસ્તિકાયના પરિણામોનું વર્ણન કરતાં, તે પરિણામો દ્વારા જેના પરિણામો જણાય છે
— મપાય છે તે પદાર્થને (કાળને) તથા તે પરિણામોની અન્યથા અનુપપત્તિ દ્વારા જેનું અનુમાન
થાય છે તે પદાર્થને (કાળને) ગૌણપણે વર્ણવવો ઉચિત છે એમ ગણીને અહીં પંચાસ્તિકાયપ્રકરણની
અંદર ગૌણપણે કાળના વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે.]