ततः प्रवचनसार एवायं पञ्चास्तिकायसंग्रहः । यो हि नामामुं समस्तवस्तुतत्त्वा- भिधायिनमर्थतोऽर्थितयावबुध्यात्रैव जीवास्तिकायान्तर्गतमात्मानं स्वरूपेणात्यन्तविशुद्ध- चैतन्यस्वभावं निश्चित्य परस्परकार्यकारणीभूतानादिरागद्वेषपरिणामकर्मबन्धसन्तति-
અન્વયાર્થઃ — [ एवम् ] એ પ્રમાણે [ प्रवचनसारं ] પ્રવચનના સારભૂત [ पञ्चास्ति- कायसंग्रहं ] ‘પંચાસ્તિકાયસંગ્રહ’ને [ विज्ञाय ] જાણીને [ यः ] જે [ रागद्वेषौ ] રાગદ્વેષને [ मुञ्चति ] છોડે છે, [ सः ] તે [ दुःखपरिमोक्षम् गाहते ] દુઃખથી પરિમુક્ત થાય છે.
ટીકાઃ — અહીં પંચાસ્તિકાયના અવબોધનું ફળ કહીને પંચાસ્તિકાયના વ્યાખ્યાનનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.
ખરેખર સઘળુંય (દ્વાદશાંગરૂપે વિસ્તીર્ણ) પ્રવચન કાળ સહિત પંચાસ્તિકાયથી અન્ય કાંઈ પણ પ્રતિપાદિત કરતું નથી; તેથી પ્રવચનનો સાર જ આ ‘પંચાસ્તિકાય- સંગ્રહ’ છે. જે પુરુષ ખરેખર સમસ્તવસ્તુતત્ત્વના કહેનારા આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ને ૧અર્થતઃ ૨અર્થીપણે જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે ૩અંતર્ગત રહેલા પોતાને (નિજ આત્માને) સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરીને, ૪પરસ્પર કાર્યકારણભૂત એવા અનાદિ રાગદ્વેષપરિણામ અને કર્મબંધની પરંપરાથી ૧. અર્થતઃ=અર્થ પ્રમાણે; વાચ્યને અનુલક્ષીને; વાચ્યસાપેક્ષ; વાસ્તવિક રીતે. ૨. અર્થીપણે=ગરજુપણે; યાચકપણે; સેવકપણે; કાંઈક પ્રાપ્ત કરવાના પ્રયોજનથી (અર્થાત્ હિતપ્રાપ્તિના
હેતુથી). ૩. જીવાસ્તિકાયની અંદર પોતે (નિજ આત્મા) સમાઈ જાય છે, તેથી જેવું જીવાસ્તિકાયનું સ્વરૂપ
૪. રાગદ્વેષપરિણામ અને કર્મબંધ અનાદિ કાળથી એકબીજાને કાર્યકારણરૂપ છે.