કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૫૧
समारोपितस्वरूपविकारं तदात्वेऽनुभूयमानमवलोक्य तत्कालोन्मीलितविवेकज्योतिः कर्मबन्ध-
सन्ततिप्रवर्तिकां रागद्वेषपरिणतिमत्यस्यति, स खलु जीर्यमाणस्नेहो जघन्यस्नेहगुणाभिमुख-
परमाणुवद्भाविबन्धपराङ्मुखः पूर्वबन्धात्प्रच्यवमानः शिखितप्तोदकदौस्थ्यानुकारिणो दुःखस्य
परिमोक्षं विगाहत इति ।।१०३।।
मुणिऊण एतदट्ठं तदणुगमणुज्जदो णिहदमोहो ।
पसमियरागद्दोसो हवदि हदपरापरो जीवो ।।१०४।।
જેનામાં ૧સ્વરૂપવિકાર ૨આરોપાયેલો છે એવો પોતાને (નિજ આત્માને) તે કાળે
અનુભવાતો અવલોકીને, તે કાળે વિવેકજ્યોતિ પ્રગટ હોવાથી (અર્થાત્ અત્યંત વિશુદ્ધ
ચૈતન્યસ્વભાવનું અને વિકારનું ભેદજ્ઞાન તે કાળે જ પ્રગટ વર્તતું હોવાથી) કર્મબંધની
પરંપરાને પ્રવર્તાવનારી રાગદ્વેષપરિણતિને છોડે છે, તે પુરુષ, ખરેખર જેને ૩સ્નેહ જીર્ણ
થતો જાય છે એવો, જઘન્ય ૪સ્નેહગુણની સંમુખ વર્તતા પરમાણુની માફક ભાવી બંધથી
પરાઙ્મુખ વર્તતો થકો, પૂર્વ બંધથી છૂટતો થકો, અગ્નિતપ્ત જળની ૫દુઃસ્થિતિ સમાન
જે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે. ૧૦૩.
આ અર્થ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી મોહને,
પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર-પૂરવ વિરહિત બને. ૧૦૪.
૧. સ્વરૂપવિકાર=સ્વરૂપનો વિકાર. [સ્વરૂપ બે પ્રકારે છેઃ (૧) દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ,
અને (૨) પર્યાયાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ. જીવમાં જે વિકાર થાય છે તે પર્યાયાર્થિક નયના
વિષયભૂત સ્વરૂપને વિષે થાય છે, દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિષે નહિ; તે (દ્રવ્યાર્થિક
નયના વિષયભૂત) સ્વરૂપ તો સદાય અત્યંત વિશુદ્ધ ચૈતન્યાત્મક છે.]
૨. આરોપાયેલો=(નવો અર્થાત્ ઔપાધિકરૂપે) કરાયેલો. [સ્ફટિકમણિમાં ઔપાધિકરૂપે થતી રંગિત
દશાની માફક જીવમાં ઔપાધિકરૂપે વિકારપર્યાય થતો કદાચિત્ અનુભવાય છે.]
૩. સ્નેહ=રાગાદિરૂપ ચીકાશ
૪. સ્નેહ=સ્પર્શગુણના પર્યાયરૂપ ચીકાશ. [જેમ જઘન્ય ચીકાશની સંમુખ વર્તતો પરમાણુ ભાવી બંધથી
પરાઙ્મુખ છે, તેમ જેને રાગાદિ જીર્ણ થતા જાય છે એવો પુરુષ ભાવી બંધથી પરાઙ્મુખ છે.]
૫. દુઃસ્થિતિ=અશાંત સ્થિતિ (અર્થાત્ તળે-ઉપર થવું તે, ખદખદ થવું તે); અસ્થિરતા; ખરાબ – કફોડી
સ્થિતિ. [જેમ અગ્નિતપ્ત જળ ખદખદ થાય છે, તળે – ઉપર થયા કરે છે, તેમ દુઃખ આકુળતામય
છે.]