Panchastikay Sangrah (Gujarati). Gatha: 115.

< Previous Page   Next Page >


Page 165 of 256
PDF/HTML Page 205 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૫
एते स्पर्शनरसनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सति
स्पर्शरसयोः परिच्छेत्तारो द्वीन्द्रिया अमनसो भवन्तीति ।।११४।।
जूगागुंभीमक्कणपिपीलिया विच्छुयादिया कीडा
जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा ।।११५।।
यूकाकुम्भीमत्कुणपिपीलिका वृश्चिकादयः कीटाः
जानन्ति रसं स्पर्शं गन्धं त्रीन्द्रियाः जीवाः ।।११५।।
त्रीन्द्रियप्रकारसूचनेयम्
एते स्पर्शनरसनघ्राणेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च
सति स्पर्शरसगन्धानां परिच्छेत्तारस्त्रीन्द्रिया अमनसो भवन्तीति ।।११५।।
સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયના (એ બે ભાવેન્દ્રિયોના) આવરણના ક્ષયોપશમને
લીધે તથા બાકીની ઇન્દ્રિયોના (ત્રણ ભાવેન્દ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના
(ભાવમનના) આવરણનો ઉદય હોવાથી સ્પર્શ અને રસને જાણનારા આ (શંબૂક
વગેરે) જીવો મનરહિત દ્વીન્દ્રિય જીવો છે. ૧૧૪.
જૂ, કુંભી, માકડ, કીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે
રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીન્દ્રિય તેહ છે. ૧૧૫.
અન્વયાર્થ[ यूकाकुम्भीमत्कुणपिपीलिकाः ] જૂ, કુંભી, માકડ, કીડી અને
[ वृश्चिकादयः ] વીંછી વગેરે [ कीटाः ] જંતુઓ [ रसं स्पर्शं गंधं ] રસ, સ્પર્શ અને ગંધને
[ जानन्ति ] જાણે છે; [ त्रीन्द्रियाः जीवाः ] તે ત્રીન્દ્રિય જીવો છે.
ટીકાઆ, ત્રીન્દ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા
બાકીની ઇન્દ્રિયોના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી
સ્પર્શ, રસ અને ગંધને જાણનારા આ (
જૂ વગેરે) જીવો મનરહિત ત્રીન્દ્રિય જીવો
છે. ૧૧૫.