Panchastikay Sangrah (Gujarati). Gatha: 116-117.

< Previous Page   Next Page >


Page 166 of 256
PDF/HTML Page 206 of 296

 

૧૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
उद्दंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया
रूवं रसं च गंधं फासं पुण ते विजाणंति ।।११६।।
उद्दंशमशक मक्षिकामधुक रीभ्रमराः पतङ्गाद्याः
रूपं रसं च गन्धं स्पर्शं पुनस्ते विजानन्ति ।।११६।।
चतुरिन्द्रियप्रकारसूचनेयम्
एते स्पर्शनरसनघ्राणचक्षुरिन्द्रियावरणक्षयोपशमात् श्रोत्रेन्द्रियावरणोदये नोइन्द्रिया-

वरणोदये च सति स्पर्शरसगन्धवर्णानां परिच्छेत्तारश्चतुरिन्द्रिया अमनसो भवन्तीति ।।११६।।

सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्हू
जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा ।।११७।।
મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે,
તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬.

અન્વયાર્થ[ पुनः ] વળી [ंउद्दंशमशकमक्षिकामधुकरीभ्रमराः ] ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને [ पतङ्गाद्याः ते ] પતંગિયાં વગેરે જીવો [ रूपं ] રૂપ, [ रसं ] રસ, [ गन्धं ] ગંધ [ च ] અને [ स्पर्शं ] સ્પર્શને [ विजानन्ति ] જાણે છે. (તે ચતુરિંદ્રિય જીવો છે.)

ટીકાઆ, ચતુરિન્દ્રિય જીવોના પ્રકારની સૂચના છે.

સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય અને ચક્ષુરિંદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા શ્રોત્રેંદ્રિયના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણને જાણનારા આ (ડાંસ વગેરે) જીવો મનરહિત ચતુરિંદ્રિય જીવો છે. ૧૧૬.

સ્પર્શાદિ પંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરો
જળચર, ભૂચર કે ખેચરોબળવાન પંચેંદ્રિય જીવો. ૧૧૭.