स्पर्शरसगन्धवर्णशब्दानां परिच्छेत्तारः पञ्चेन्द्रिया अमनस्काः । केचित्तु नोइन्द्रियावरणस्यापि क्षयोपशमात् समनस्काश्च भवन्ति । तत्र देवमनुष्यनारकाः समनस्का एव, तिर्यञ्च उभयजातीया इति ।।११७।।
અન્વયાર્થઃ — [ वर्णरसस्पर्शगन्धशब्दज्ञाः ] વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં [ सुरनरनारकतिर्यञ्चः ] દેવ-મનુષ્ય-નારક-તિર્યંચ — [ जलचरस्थलचरखचराः ] જેઓ જળચર, સ્થળ-ચર કે ખેચર હોય છે તેઓ — [ बलिनः पञ्चेन्द्रियाः जीवाः ] બળવાન પંચેન્દ્રિય જીવો છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે, મનના આવરણનો ઉદય હોતાં, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને જાણનારા જીવો મનરહિત પંચેંદ્રિય જીવો છે; કેટલાક (પંચેંદ્રિય જીવો) તો, તેમને મનના આવરણનો પણ ક્ષયોપશમ હોવાથી, મનસહિત (પંચેંદ્રિય જીવો) હોય છે.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો મનસહિત જ હોય છે; તિર્યંચો બંને જાતિનાં (અર્થાત્ મનરહિત તેમ જ મનસહિત) હોય છે. ૧૧૭.