निकायभेदाच्चतुर्धा । मनुष्यगतिनाम्नो मनुष्यायुषश्च उदयान्मनुष्याः । ते कर्मभोगभूमिज- भेदात् द्वेधा । तिर्यग्गतिनाम्नस्तिर्यगायुषश्च उदयात्तिर्यञ्चः । ते पृथिवीशम्बूकयूकोद्दंश- जलचरोरगपक्षिपरिसर्पचतुष्पदादिभेदादनेकधा । नरकगतिनाम्नो नरकायुषश्च उदयान्नारकाः । ते रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमिजभेदात्सप्तधा । तत्र देवमनुष्यनारकाः भूमिजाः ] મનુષ્યો કર્મભૂમિજ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, [ तिर्यञ्चः बहुप्रकाराः ] તિર્યંચો ઘણા પ્રકારનાં છે [ पुनः ] અને [ नारकाः पृथिवीभेदगताः ] નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે.
ટીકાઃ — આ, ઇન્દ્રિયોના ભેદની અપેક્ષાએ કહેવામાં આવેલા જીવોનો ચતુર્ગતિસંબંધ દર્શાવતાં ઉપસંહાર છે (અર્થાત્ અહીં એકેંદ્રિય – દ્વીંદ્રિયાદિરૂપ જીવભેદોનો ચાર ગતિ સાથે સંબંધ દર્શાવીને તે જીવભેદોનો ઉપસંહાર કરવામાં આવ્યો છે).
દેવગતિનામ અને દેવાયુના ઉદયથી (અર્થાત્ દેવગતિનામકર્મ અને દેવાયુકર્મના ઉદયના નિમિત્તથી) દેવો હોય છે; તેઓ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એવા ૧નિકાયભેદોને લીધે ચાર પ્રકારના છે. મનુષ્યગતિનામ અને મનુષ્યાયુના ઉદયથી મનુષ્યો હોય છે; તેઓ કર્મભૂમિજ અને ભોગભૂમિજ એવા ભેદોને લીધે બે પ્રકારના છે. તિર્યંચગતિનામ અને તિર્યંચાયુના ઉદયથી તિર્યંચો હોય છે; તેઓ પૃથ્વી, શંબૂક, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ (ચોપગાં) ઇત્યાદિ ભેદોને લીધે અનેક પ્રકારનાં છે. નરકગતિનામ અને નરકાયુના ઉદયથી નારકો હોય છે; તેઓ ૨રત્નપ્રભાભૂમિજ, શર્કરાપ્રભાભૂમિજ, વાલુકાપ્રભાભૂમિજ, પંકપ્રભાભૂમિજ, ધૂમપ્રભાભૂમિજ, તમઃપ્રભાભૂમિજ અને મહાતમઃપ્રભાભૂમિજ એવા ભેદોને લીધે સાત પ્રકારના છે.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો પંચેન્દ્રિય જ હોય છે. તિર્યંચો તો કેટલાંક પંચેન્દ્રિય ૧. નિકાય=સમૂહ ૨. રત્નપ્રભાભૂમિજ=રત્નપ્રભા નામની ભૂમિમાં ( – પ્રથમ નરકમાં) ઉત્પન્ન થયેલ