કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૯
पञ्चेन्द्रिया एव । तिर्यञ्चस्तु केचित्पञ्चेन्द्रियाः, केचिदेक-द्वि-त्रि-चतुरिन्द्रिया अपीति ।।११८।।
खीणे पुव्वणिबद्धे गदिणामे आउसे य ते वि खलु ।
पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ।।११९।।
क्षीणे पूर्वनिबद्धे गतिनाम्नि आयुषि च तेऽपि खलु ।
प्राप्नुवन्ति चान्यां गतिमायुष्कं स्वलेश्यावशात् ।।११९।।
गत्यायुर्नामोदयनिर्वृत्तत्वाद्देवत्वादीनामनात्मस्वभावत्वोद्योतनमेतत् ।
क्षीयते हि क्रमेणारब्धफलो गतिनामविशेष आयुर्विशेषश्च जीवानाम् । एवमपि
तेषां गत्यन्तरस्यायुरन्तरस्य च कषायानुरञ्जिता योगप्रवृत्तिर्लेश्या भवति बीजं,
હોય છે અને કેટલાંક એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ હોય છે.
ભાવાર્થઃ — અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે ચાર ગતિથી વિલક્ષણ, સ્વાત્મોપલબ્ધિ
જેનું લક્ષણ છે એવી જે સિદ્ધગતિ તેની ભાવનાથી રહિત જીવો અથવા સિદ્ધસદ્રશ
નિજશુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવો જે ચતુર્ગતિનામકર્મ ઉપાર્જિત કરે છે તેના
ઉદયવશ તેઓ દેવાદિ ગતિઓમાં ઊપજે છે. ૧૧૮.
ગતિનામ ને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે,
ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે જીવ નિજલેશ્યાવશે. ૧૧૯.
અન્વયાર્થઃ — [ पूर्वनिबद्धे ] પૂર્વબદ્ધ [ गतिनाम्नि आयुषि च ] ગતિનામકર્મ અને
આયુષકર્મ [ क्षीणे ] ક્ષીણ થતાં [ ते अपि ] જીવો [ स्वलेश्यावशात् ] પોતાની લેશ્યાને વશ [ खलु ]
ખરેખર [ अन्यां गतिम् आयुष्कं च ] અન્ય ગતિ અને આયુષ [ प्राप्नुवन्ति ] પ્રાપ્ત કરે છે.
ટીકાઃ — અહીં, ગતિનામકર્મ અને આયુષકર્મના ઉદયથી નિષ્પન્ન થતાં હોવાથી
દેવત્વાદિ અનાત્મસ્વભાવભૂત છે (અર્થાત્ દેવપણું, મનુષ્યપણું, તિર્યંચપણું અને નારકપણું
આત્માનો સ્વભાવ નથી) એમ દર્શાવવામાં આવ્યું છે.
જીવોને, જેનું ફળ શરૂ થયું હોય છે એવું અમુક ગતિનામકર્મ અને અમુક
આયુષકર્મ ક્રમે ક્ષય પામે છે. આમ હોવા છતાં તેમને *કષાય-અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ
લેશ્યા અન્ય ગતિ અને અન્ય આયુષનું બીજ થાય છે (અર્થાત્ લેશ્યા અન્ય
*કષાય-અનુરંજિત=કષાયરંજિત; કષાયથી રંગાયેલ. (કષાયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે.)
પં. ૨૨