Panchastikay Sangrah (Gujarati). Gatha: 120.

< Previous Page   Next Page >


Page 170 of 256
PDF/HTML Page 210 of 296

 

background image
૧૭૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ततस्तदुचितमेव गत्यन्तरमायुरन्तरञ्च ते प्राप्नुवन्ति एवं क्षीणाक्षीणाभ्यामपि पुनः पुनर्नवी-
भूताभ्यां गतिनामायुःकर्मभ्यामनात्मस्वभावभूताभ्यामपि चिरमनुगम्यमानाः संसरन्त्यात्मानम-
चेतयमाना जीवा इति
।।११९।।
एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा
देहविहूणा सिद्धा भव्वा संसारिणो अभव्वा य ।।१२०।।
एते जीवनिकाया देहप्रवीचारमाश्रिताः भणिताः
देहविहीनाः सिद्धाः भव्याः संसारिणोऽभव्याश्च ।।१२०।।
ગતિનામકર્મ અને અન્ય આયુષકર્મનું કારણ થાય છે), તેથી તેને ઉચિત જ અન્ય ગતિ
અને અન્ય આયુષ તેઓ પ્રાપ્ત કરે છે. આ રીતે *ક્ષીણ-અક્ષીણપણાને પ્રાપ્ત છતાં
ફરીફરીને નવીન ઉત્પન્ન થતાં એવાં ગતિનામકર્મ અને આયુષકર્મ (પ્રવાહરૂપે)જોકે
તેઓ અનાત્મસ્વભાવભૂત છે તોપણચિરકાળ (જીવોની) સાથે સાથે રહેતાં હોવાથી,
આત્માને નહિ ચેતનારા જીવો સંસરણ કરે છે (અર્થાત્ આત્માને નહિ અનુભવનારા
જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે).
ભાવાર્થજીવોને દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌદ્ગલિક કર્મ નિમિત્તભૂત છે તેથી
દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી.
[વળી, દેવ મરીને દેવ જ થયા કરે અને મનુષ્ય મરીને મનુષ્ય જ થયા કરે
એ માન્યતાનો પણ અહીં નિષેધ થયો. જીવોને પોતાની લેશ્યાને યોગ્ય જ ગતિનામ-
કર્મ અને આયુષકર્મ બંધાય છે અને તેથી તેને યોગ્ય જ અન્ય ગતિ-આયુષ પ્રાપ્ત થાય
છે.
] ૧૧૯.
આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસહિત કહેલ છે,
ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૦.
અન્વયાર્થ[ एते जीवनिकायाः ] આ (પૂર્વોક્ત) જીવનિકાયો [ देहप्रवीचार-
माश्रिताः ] દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત [ भणिताः ] કહેવામાં આવ્યા છે;
[ देहविहीनाः सिद्धाः ] દેહરહિત એવા સિદ્ધો છે. [ संसारिणः ] સંસારીઓ [ भव्याः अभव्याः
*પહેલાંનાં કર્મ ક્ષીણ થાય છે અને પછીનાં અક્ષીણપણે વર્તે છે.