કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૧
उक्त जीवप्रपञ्चोपसंहारोऽयम् ।
एते ह्युक्त प्रकाराः सर्वे संसारिणो देहप्रवीचाराः, अदेहप्रवीचारा भगवन्तः सिद्धाः शुद्धा
जीवाः । तत्र देहप्रवीचारत्वादेकप्रकारत्वेऽपि संसारिणो द्विप्रकाराः भव्या अभव्याश्च । ते
शुद्धस्वरूपोपलम्भशक्ति सद्भावासद्भावाभ्यां पाच्यापाच्यमुद्गवदभिधीयन्त इति ।१२०।।
ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता ।
जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूवेंति ।।१२१।।
न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः ।
यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ।।१२१।।
च ] ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે.
ટીકાઃ — આ ઉક્ત ( – પૂર્વે કહેવામાં આવેલા) જીવવિસ્તારનો ઉપસંહાર છે.
જેમના પ્રકારો (પૂર્વે) કહેવામાં આવ્યા એવા આ સર્વ સંસારીઓ દેહમાં
વર્તનારા (અર્થાત્ દેહસહિત) છે; દેહમાં નહિ વર્તનારા (અર્થાત્ દેહરહિત) એવા
સિદ્ધભગવંતો છે — કે જેઓ શુદ્ધ જીવો છે. ત્યાં, દેહમાં વર્તવાની અપેક્ષાએ સંસારી
જીવોનો એક પ્રકાર હોવા છતાં તેઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે.
‘૧પાચ્ય’ અને ‘૨અપાચ્ય’ મગની માફક, જેમનામાં શુદ્ધ સ્વરૂપની ૩ઉપલબ્ધિની
શક્તિનો સદ્ભાવ છે તેમને ‘ભવ્ય’ અને જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો
અસદ્ભાવ છે તેમને ‘અભવ્ય’ કહેવામાં આવે છે. ૧૨૦.
રે! ઇન્દ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે;
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧.
અન્વયાર્થઃ — [ न हि इंद्रियाणि जीवाः ] (વ્યવહારથી કહેવામાં આવતા
એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવો’માં) ઇન્દ્રિયો જીવ નથી અને [ षट्प्रकाराः प्रज्ञप्ताः
कायाः पुनः ] છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; [ तेषु ] તેમનામાં [ यद् ज्ञानं
૧. પાચ્ય=પાકવાયોગ્ય; રંધાવાયોગ્ય; ચડી જવાયોગ્ય; કોરડુ ન હોય એવા.
૨. અપાચ્ય=નહિ પાકવાયોગ્ય; રંધાવાની — ચડી જવાની યોગ્યતા રહિત; કોરડુ.
૩. ઉપલબ્ધિ=પ્રાપ્તિ; અનુભવ.