૧૭
૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
व्यवहारजीवत्वैकान्तप्रतिपत्तिनिरासोऽयम् ।
य इमे एकेन्द्रियादयः पृथिवीकायिकादयश्चानादिजीवपुद्गलपरस्परावगाहमवलोक्य
व्यवहारनयेन जीवप्राधान्याज्जीवा इति प्रज्ञाप्यन्ते । निश्चयनयेन तेषु स्पर्शनादीन्द्रियाणि
पृथिव्यादयश्च कायाः जीवलक्षणभूतचैतन्यस्वभावाभावान्न जीवा भवन्तीति । तेष्वेव
यत्स्वपरपरिच्छित्तिरूपेण प्रकाशमानं ज्ञानं तदेव गुणगुणिनोः कथञ्चिदभेदाज्जीवत्वेन प्ररूप्यत
इति ।।१२१।।
जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं बिभेदि दुक्खादो ।
कुव्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं ।।१२२।।
जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति दुःखात् ।
करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ।।१२२।।
भवति ] જે જ્ઞાન છે [ तत् जीवः ] તે જીવ છે [ इति च प्ररूपयन्ति ] એમ (જ્ઞાનીઓ)
પ્રરૂપે છે.
ટીકાઃ — આ, વ્યવહારજીવત્વના એકાંતની *પ્રતિપત્તિનું ખંડન છે (અર્થાત્ જેને
માત્ર વ્યવહારનયથી જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત
નથી એમ અહીં સમજાવ્યું છે).
જે આ એકેન્દ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે, ‘જીવો’ કહેવામાં આવે છે તે,
અનાદિ જીવ-પુદ્ગલનો પરસ્પર અવગાહ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા
( – જીવને મુખ્યતા અર્પીને) ‘જીવો’ કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ
ઇન્દ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના અભાવને લીધે, જીવ
નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશતું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત્
અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. ૧૨૧.
જાણે અને દેખે બધું, સુખ અભિલષે, દુઃખથી ડરે,
હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨.
અન્વયાર્થઃ — [ जीवः ] જીવ [ सर्वम् जानाति पश्यति ] બધું જાણે છે અને દેખે છે,
[ सौख्यम् इच्छति ] સુખને ઇચ્છે છે, [ दुःखात् बिभेति ] દુઃખથી ડરે છે, [ हितम् अहितम्
*
પ્રતિપત્તિ=સ્વીકાર; માન્યતા.