કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૩
अन्यासाधारणजीवकार्यख्यापनमेतत् ।
चैतन्यस्वभावत्वात्कर्तृस्थायाः क्रियायाः ज्ञप्तेद्रर्शेश्च जीव एव कर्ता, न तत्सम्बन्धः
पुद्गलो, यथाकाशादि । सुखाभिलाषक्रियायाः दुःखोद्वेगक्रियायाः स्वसम्वेदितहिताहित-
निर्वर्तनक्रियायाश्च चैतन्यविवर्तरूपसङ्कल्पप्रभवत्वात्स एव कर्ता, नान्यः । शुभाशुभ-
कर्मफलभूताया इष्टानिष्टविषयोपभोगक्रियायाश्च सुखदुःखस्वरूपस्वपरिणामक्रियाया इव स एव
कर्ता, नान्यः । एतेनासाधारणकार्यानुमेयत्वं पुद्गलव्यतिरिक्त स्यात्मनो द्योतितमिति ।।१२२।।
करोति ] હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે [ वा ] અને [ तयोः फलं भुंक्ते ] તેમના
ફળને ભોગવે છે.
ટીકાઃ — આ, અન્યથી અસાધારણ એવાં જીવકાર્યોનું કથન છે (અર્થાત્ અન્ય
દ્રવ્યોથી અસાધારણ એવાં જે જીવનાં કાર્યો તે અહીં દર્શાવ્યાં છે).
ચૈતન્યસ્વભાવપણાને લીધે, કર્તૃસ્થિત (કર્તામાં રહેલી) ક્રિયાનો — જ્ઞપ્તિ તથા
દ્રશિનો — જીવ જ કર્તા છે; તેના સંબંધમાં રહેલું પુદ્ગલ તેનું કર્તા નથી, જેમ આકાશાદિ
નથી તેમ. (ચૈતન્યસ્વભાવને લીધે જાણવાની અને દેખવાની ક્રિયાનો જીવ જ કર્તા છે;
જ્યાં જીવ છે ત્યાં ચાર અરૂપી અચેતન દ્રવ્યો પણ છે તોપણ તેઓ જેમ જાણવાની અને
દેખવાની ક્રિયાનાં કર્તા નથી તેમ જીવની સાથે સંબંધમાં રહેલાં કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો
પણ તે ક્રિયાનાં કર્તા નથી.) ચૈતન્યના વિવર્તરૂપ (-પલટારૂપ) સંકલ્પની ઉત્પત્તિ
(જીવમાં) થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખના ઉદ્વેગરૂપ ક્રિયાનો
તથા સ્વસંવેદિત હિત-અહિતની નિષ્પત્તિરૂપ ક્રિયાનો ( – પોતાથી ચેતવામાં આવતા શુભ-
અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો) જીવ જ કર્તા છે; અન્ય નહિ. શુભાશુભ કર્મના
ફળભૂત *ઇષ્ટાનિષ્ટવિષયોપભોગક્રિયાનો, સુખ-દુઃખસ્વરૂપ સ્વપરિણામક્રિયાની માફક,
જીવ જ કર્તા છે; અન્ય નહિ.
આથી એમ સમજાવ્યું કે (ઉપરોક્ત) અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન
એવો આત્મા અનુમેય ( – અનુમાન કરી શકાવાયોગ્ય) છે.
ભાવાર્થઃ — શરીર, ઇન્દ્રિય, મન, કર્મ વગેરે પુદ્ગલો કે અન્ય કોઈ અચેતન
દ્રવ્યો કદાપિ જાણતાં નથી, દેખતાં નથી, સુખને ઇચ્છતાં નથી, દુઃખથી ડરતાં નથી,
*ઇષ્ટાનિષ્ટ વિષયો જેમાં નિમિત્તભૂત હોય છે એવા સુખદુઃખપરિણામોના ઉપભોગરૂપ ક્રિયાને જીવ
કરતો હોવાથી તેને ઇષ્ટાનિષ્ટ વિષયોના ઉપભોગરૂપ ક્રિયાનો કર્તા કહેવામાં આવે છે.