૧૭
૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं ।
अभिगच्छदु अज्जीवं णाणंतरिदेहिं लिंगेहिं ।।१२३।।
एवमभिगम्य जीवमन्यैरपि पर्यायैर्बहुकैः ।
अभिगच्छत्वजीवं ज्ञानान्तरितैर्लिङ्गैः ।।१२३।।
जीवाजीवव्याख्योपसंहारोपक्षेपसूचनेयम् ।
एवमनया दिशा व्यवहारनयेन कर्मग्रन्थप्रतिपादितजीवगुणमार्गणास्थानादिप्रपञ्चित-
હિત-અહિતમાં પ્રવર્તતાં નથી કે તેમનાં ફળને ભોગવતાં નથી; માટે જે જાણે છે અને
દેખે છે, સુખની ઇચ્છા કરે છે, દુઃખના ભયની લાગણી કરે છે, શુભ-અશુભ
ભાવોમાં પ્રવર્તે છે અને તેમનાં ફળને ભોગવે છે, તે, અચેતન પદાર્થોની સાથે રહ્યો
હોવા છતાં સર્વ અચેતન પદાર્થોની ક્રિયાઓથી તદ્દન વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓને
કરનારો, એક વિશિષ્ટ પદાર્થ છે. આમ જીવ નામનો ચૈતન્યસ્વભાવી પદાર્થવિશેષ —
કે જેને જ્ઞાનીઓ સ્વયં સ્પષ્ટ અનુભવે છે તે — તેની અસાધારણ ક્રિયાઓ દ્વારા અનુમેય
પણ છે. ૧૨૨.
બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને,
જાણો અજીવપદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩.
અન્વયાર્થઃ — [ एवम् ] એ રીતે [ अन्यैः अपि बहुकैः पर्यायैः ] બીજા પણ બહુ
પર્યાયો વડે [ जीवम् अभिगम्य ] જીવને જાણીને [ ज्ञानान्तरितैः लिङ्गैः ] જ્ઞાનથી અન્ય એવાં
(જડ) લિંગો વડે [ अजीवम् अभिगच्छतु ] અજીવને જાણો.
ટીકાઃ — આ, જીવ-વ્યાખ્યાનના ઉપસંહારની અને અજીવ-વ્યાખ્યાનના પ્રારંભની
સૂચના છે.
એ રીતે આ નિર્દેશ પ્રમાણે (અર્થાત્ ઉપર સંક્ષેપમાં સમજાવ્યા પ્રમાણે),
(૧) વ્યવહારનયથી ૧કર્મગ્રંથપ્રતિપાદિત જીવસ્થાન – ગુણસ્થાન – માર્ગણાસ્થાન ઇત્યાદિ
૧. કર્મગ્રંથપ્રતિપાદિત=ગોમ્મટસારાદિ કર્મપદ્ધતિના ગ્રંથોમાં પ્રરૂપવામાં — નિરૂપવામાં આવેલાં