કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૫
विचित्रविकल्परूपैः, निश्चयनयेन मोहरागद्वेषपरिणतिसम्पादितविश्वरूपत्वात्कदाचिदशुद्धैः
कदाचित्तदभावाच्छुद्धैश्चैतन्यविवर्तग्रन्थिरूपैर्बहुभिः पर्यायैः जीवमधिगच्छेत् । अधिगम्य चैवम-
चैतन्यस्वभावत्वात् ज्ञानादर्थान्तरभूतैरितः प्रपञ्च्यमानैर्लिङ्गैर्जीवसम्बद्धमसम्बद्धं वा स्वतो भेद-
बुद्धिप्रसिद्धयर्थमजीवमधिगच्छेदिति ।।१२३।।
— इति जीवपदार्थव्याख्यानं समाप्तम् ।
अथ अजीवपदार्थव्याख्यानम् ।
आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा ।
तेसिं अचेदणत्तं भणिदं जीवस्स चेदणदा ।।१२४।।
દ્વારા ૧પ્રપંચિત વિચિત્ર ભેદરૂપ બહુ પર્યાયો વડે, તથા (૨) નિશ્ચયનયથી મોહરાગ-
દ્વેષપરિણતિસંપ્રાપ્ત ૨વિશ્વરૂપતાને લીધે કદાચિત્ અશુદ્ધ (એવા) અને કદાચિત્ તેના
( – મોહરાગદ્વેષપરિણતિના) અભાવને લીધે શુદ્ધ એવા ૩ચૈતન્યવિવર્તગ્રંથિરૂપ બહુ પર્યાયો
વડે, જીવને જાણો. એ રીતે જીવને જાણીને, અચૈતન્યસ્વભાવને લીધે, ૪જ્ઞાનથી
અર્થાંતરભૂત એવાં, અહીંથી (હવેની ગાથાઓમાં) કહેવામાં આવતાં લિંગો વડે, ૫જીવ-
સંબદ્ધ કે જીવ-અસંબદ્ધ અજીવને, પોતાથી ભેદબુદ્ધિની પ્રસિદ્ધિ અર્થે, જાણો. ૧૨૩.
આ રીતે જીવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે અજીવપદાર્થનું વ્યાખ્યાન છે.
છે જીવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુદ્ગલ-કાળમાં;
તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪.
૧. પ્રપંચિત=વિસ્તારથી કહેવામાં આવેલા
૨. મોહરાગદ્વેષપરિણતિને લીધે જીવને વિશ્વરૂપતા અર્થાત્ અનેકરૂપતા પ્રાપ્ત થાય છે.
૩. ગ્રંથિ=ગાંઠ. [જીવના કદાચિત્ અશુદ્ધ અને કદાચિત્ શુદ્ધ એવા પર્યાયો ચૈતન્યવિવર્તની — ચૈતન્ય-
પરિણમનની — ગ્રંથિઓ છે; નિશ્ચયનયથી તેમના વડે જીવને જાણો.]
૪. જ્ઞાનથી અર્થાંતરભૂત=જ્ઞાનથી અન્યવસ્તુભૂત; જ્ઞાનથી અન્ય અર્થાત્ જડ. [અજીવનો સ્વભાવ અચૈતન્ય
હોવાને લીધે જ્ઞાનથી અન્ય એવાં જડ ચિહ્નો વડે તે જણાય છે.]
૫. જીવ સાથે સંબદ્ધ કે જીવ સાથે અસંબદ્ધ એવા અજીવને જાણવાનું પ્રયોજન એ છે કે સમસ્ત અજીવ
પોતાથી (સ્વજીવથી) તદ્દન ભિન્ન છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.