तेषामचेतनत्वसामान्यत्वात् । अचेतनत्वसामान्यञ्चाकाशादीनामेव, जीवस्यैव चेतनत्व- सामान्यादिति ।।१२४।।
અન્વયાર્થઃ — [ आकाशकालपुद्गलधर्माधर्मेषु ] આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં [ जीवगुणाः न सन्ति ] જીવના ગુણો નથી; (કારણ કે) [ तेषाम् अचेतनत्वं भणितम् ] તેમને અચેતનપણું કહ્યું છે, [ जीवस्य चेतनता ] જીવને ચેતનતા કહી છે.
આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં ચૈતન્યવિશેષોરૂપ જીવગુણો વિદ્યમાન નથી; કારણ કે તે આકાશાદિને અચેતનત્વસામાન્ય છે. અને અચેતનત્વસામાન્ય આકાશાદિને જ છે, કેમકે જીવને જ ચેતનત્વસામાન્ય છે. ૧૨૪.
અન્વયાર્થઃ — [ सुखदुःखज्ञानं वा ] સુખદુઃખનું જ્ઞાન, [ हितपरिकर्म ] હિતનો ઉદ્યમ [ च ] અને [ अहितभीरुत्वम् ] અહિતનો ભય — [ यस्य नित्यं न विद्यते ] એ જેને સદાય હોતાં નથી, [ तम् ] તેને [ श्रमणाः ] શ્રમણો [ अजीवम् ब्रुवन्ति ] અજીવ કહે છે.