परिणतत्वाच्च इन्द्रियग्रहणयोग्यं, तत्पुद्गलद्रव्यम् । यत्पुनरस्पर्शरसगन्धवर्णगुणत्वादशब्दत्वाद- निर्दिष्टसंस्थानत्वादव्यक्त त्वादिपर्यायैः परिणतत्वाच्च नेन्द्रियग्रहणयोग्यं, तच्चेतनागुणत्वात्
અન્વયાર્થઃ — [ संस्थानानि ] (સમચતુરસ્રાદિ) સંસ્થાનો, [ संघाताः ] (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, [ वर्णरसस्पर्शगन्धशब्दाः च ] વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ — [ बहवः गुणाः पर्यायाः च ] એમ જે બહુ ગુણો અને પર્યાયો છે, [ पुद्गलद्रव्यप्रभवाः भवन्ति ] તે પુદ્ગલદ્રવ્યનિષ્પન્ન છે.
[ अरसम् अरूपम् अगन्धम् ] જે અરસ, અરૂપ તથા અગંધ છે, [ अव्यक्तम् ] અવ્યક્ત છે, [ अशब्दम् ] અશબ્દ છે, [ अनिर्दिष्टसंस्थानम् ] અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), [ चेतनागुणम् ] ચેતનાગુણવાળો છે અને [ अलिङ्गग्रहणम् ] ઇંદ્રિયો વડે અગ્રાહ્ય છે, [ जीवं जानीहि ] તે જીવ જાણો.
ટીકાઃ — જીવ-પુદ્ગલના સંયોગમાં પણ, તેમના ભેદના કારણભૂત સ્વરૂપનું આ કથન છે (અર્થાત્ જીવ અને પુદ્ગલના સંયોગમાં પણ, જે વડે તેમનો ભેદ જાણી શકાય છે એવા તેમના ભિન્નભિન્ન સ્વરૂપનું આ કથન છે).
શરીર અને ૧શરીરીના સંયોગમાં, (૧) જે ખરેખર સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણવાળું હોવાને લીધે, સશબ્દ હોવાને લીધે તથા સંસ્થાન-સંઘાતાદિ પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇન્દ્રિયગ્રહણયોગ્ય છે, તે પુદ્ગલદ્રવ્ય છે; અને (૨) જે સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણ વિનાનું હોવાને લીધે, અશબ્દ હોવાને લીધે, અનિર્દિષ્ટસંસ્થાન હોવાને લીધે તથા ૨અવ્યક્તત્વાદિ ૧. શરીરી = દેહી; શરીરવાળો (અર્થાત્ આત્મા). ૨. અવ્યક્તત્વાદિ = અવ્યક્તત્વ વગેરે; અપ્રકટત્વ વગેરે.