उक्तौ मूलपदार्थौ । अथ संयोगपरिणामनिर्वृत्तेतरसप्तपदार्थानामुपोद्घातार्थं जीवपुद्गल- कर्मचक्रमनुवर्ण्यते —
પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇન્દ્રિયગ્રહણયોગ્ય નથી, તે, ચેતનાગુણમયપણાને લીધે રૂપી તેમ જ અરૂપી અજીવોથી *વિશિષ્ટ (ભિન્ન) એવું જીવદ્રવ્ય છે.
આ રીતે અહીં જીવ અને અજીવનો વાસ્તવિક ભેદ સમ્યગ્જ્ઞાનીઓના માર્ગની પ્રસિદ્ધિ અર્થે પ્રતિપાદિત કરવામાં આવ્યો.
[ભાવાર્થઃ — અનાદિ મિથ્યાવાસનાને લીધે જીવોને પોતે કોણ છે તેનું વાસ્તવિક જ્ઞાન નથી અને પોતાને શરીરાદિરૂપ માને છે. તેમને જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યનો વાસ્તવિક ભેદ દર્શાવી મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે અહીં જડ પુદ્ગલદ્રવ્યનાં અને ચેતન જીવદ્રવ્યનાં વીતરાગસર્વજ્ઞકથિત લક્ષણો કહેવામાં આવ્યાં. જે જીવ તે લક્ષણો જાણી, પોતાને એક સ્વતઃસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખી, ભેદવિજ્ઞાની અનુભવી થાય છે, તે નિજાત્મદ્રવ્યમાં લીન થઈ મોક્ષમાર્ગને સાધી શાશ્વત નિરાકુળ સુખનો ભોક્તા થાય છે.
અન્ય સાત પદાર્થોના ઉપોદ્ઘાત અર્થે જીવકર્મ અને પુદ્ગલકર્મનું ચક્ર વર્ણવવામાં આવે છે.