૧૮૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायंते ।
तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ।।१२९।।
जायदि जीवस्सेवं भावो संसारचक्कवालम्मि ।
इदि जिणवरेहिं भणिदो अणादिणिधणो सणिधणो वा ।।१३०।।
यः खलु संसारस्थो जीवस्ततस्तु भवति परिणामः ।
परिणामात्कर्म कर्मणो भवति गतिषु गतिः ।।१२८।।
गतिमधिगतस्य देहो देहादिन्द्रियाणि जायन्ते ।
तैस्तु विषयग्रहणं ततो रागो वा द्वेषो वा ।।१२९।।
जायते जीवस्यैवं भावः संसारचक्रवाले ।
इति जिनवरैर्भणितोऽनादिनिधनः सनिधनो वा ।।१३०।।
इह हि संसारिणो जीवादनादिबन्धनोपाधिवशेन स्निग्धः परिणामो भवति ।
ગતિપ્રાપ્તને તન થાય, તનથી ઇન્દ્રિયો વળી થાય છે,
એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯.
એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે
સંસારચક્ર વિષે જીવોને — એમ જિનદેવો કહે. ૧૩૦.
અન્વયાર્થઃ — [ यः ] જે [ खलु ] ખરેખર [ संसारस्थः जीवः ] સંસારસ્થિત જીવ છે
[ ततः तु परिणामः भवति ] તેનાથી પરિણામ થાય છે (અર્થાત્ તેને સ્નિગ્ધ પરિણામ થાય
છે), [ परिणामात् कर्म ] પરિણામથી કર્મ અને [ कर्मणः ] કર્મથી [ गतिषु गतिः भवति ]
ગતિઓમાં ગમન થાય છે.
[ ़गतिम् अधिगतस्य देहः ] ગતિપ્રાપ્તને દેહ થાય છે, [ देहात् इन्द्रियाणि जायन्ते ] દેહથી
ઇન્દ્રિયો થાય છે, [ तैः तु विषयग्रहणं ] ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને [ ततः रागः वा द्वेषः
वा ] વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે.
[ एवं भावः ] એ પ્રમાણે ભાવ, [ संसारचक्रवाले ] સંસારચક્રમાં [ जीवस्य ] જીવને
[ अनादिनिधनः सनिधनः वा ] અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત [ जायते ] થયા કરે
છે — [ इति जिनवरैः भणितः ] એમ જિનવરોએ કહ્યું છે.