अनादिसनिधनं वा चक्रवत्परिवर्तते । तदत्र पुद्गलपरिणामनिमित्तो जीवपरिणामो जीव-
ટીકાઃ — આ લોકમાં સંસારી જીવથી અનાદિ બંધનરૂપ ઉપાધિના વશે સ્નિગ્ધ પરિણામ થાય છે, પરિણામથી પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી પાછા સ્નિગ્ધ પરિણામ, પરિણામથી પાછું પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી પાછું નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી પાછો દેહ, દેહથી પાછી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પાછું વિષયગ્રહણ, વિષયગ્રહણથી પાછા રાગદ્વેષ, રાગદ્વેષથી વળી પાછા સ્નિગ્ધ પરિણામ. એ પ્રમાણે આ અન્યોન્ય *કાર્યકારણભૂત જીવપરિણામાત્મક અને પુદ્ગલપરિણામાત્મક કર્મજાળ સંસારચક્રમાં જીવને અનાદિ-અનંતપણે અથવા અનાદિ- સાંતપણે ચક્રની માફક ફરીફરીને થયા કરે છે.
આ રીતે અહીં (એમ કહ્યું કે), પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવા જીવપરિણામ અને જીવપરિણામ જેનું નિમિત્ત છે એવા પુદ્ગલપરિણામ હવે પછી કહેવામાં આવનારા (પુણ્યાદિ સાત) પદાર્થોના બીજ તરીકે અવધારવા.
ભાવાર્થઃ — જીવ અને પુદ્ગલને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકપણે પરિણામ થાય છે. તે પરિણામને લીધે પુણ્યાદિ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેમનું વર્ણન હવેની ગાથાઓમાં કરવામાં આવશે.
પ્રશ્નઃ — પુણ્યાદિ સાત પદાર્થોનું પ્રયોજન જીવ અને અજીવ એ બેથી જ પૂરું થઈ જાય છે, કારણ કે તેઓ જીવ અને અજીવના જ પર્યાયો છે. તો પછી તે સાત *કાર્ય એટલે નૈમિત્તિક, અને કારણ એટલે નિમિત્ત. [જીવપરિણામાત્મક કર્મ અને પુદ્ગલ-પરિણામાત્મક