૧૮
૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ पुण्यपापपदार्थव्याख्यानम् ।
પદાર્થો શા માટે કહેવામાં આવે છે?
ઉત્તરઃ — ભવ્યોને હેય તત્ત્વ અને ઉપાદેય તત્ત્વ (અર્થાત્ હેય તત્ત્વ અને
ઉપાદેય તત્ત્વનું સ્વરૂપ તથા તેમનાં કારણો) દર્શાવવા અર્થે તેમનું કથન છે. દુઃખ તે
હેય તત્ત્વ છે, તેનું કારણ સંસાર છે, સંસારનું કારણ આસ્રવ અને બંધ બે છે (અથવા
વિસ્તારથી કહીએ તો પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ ચાર છે) અને તેમનું કારણ
મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર છે. સુખ તે ઉપાદેય તત્ત્વ છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું
કારણ સંવર અને નિર્જરા છે અને તેમનું કારણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર છે. આ
પ્રયોજનભૂત વાત ભવ્ય જીવોને પ્રગટપણે દર્શાવવા અર્થે પુણ્યાદિ *સાત પદાર્થોનું કથન
છે. ૧૨૮ – ૧૩૦.
હવે પુણ્ય – પાપપદાર્થોનું વ્યાખ્યાન છે.
*અજ્ઞાની અને જ્ઞાની જીવ પુણ્યાદિ સાત પદાર્થોમાંથી કયા કયા પદાર્થોના કર્તા છે તે સંબંધી
આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે પ્રમાણે વર્ણન છેઃ —
અજ્ઞાની જીવ નિર્વિકાર સ્વસંવેદનના અભાવને લીધે પાપપદાર્થનો તથા આસ્રવ-બંધપદાર્થોનો
કર્તા થાય છે; કદાચિત્ મંદ મિથ્યાત્વના ઉદયથી, દેખેલા – સાંભળેલા – અનુભવેલા ભોગોની
આકાંક્ષારૂપ નિદાનબંધ વડે, ભવિષ્યકાળમાં પાપનો અનુબંધ કરનારા પુણ્યપદાર્થનો પણ કર્તા થાય
છે. જે જ્ઞાની જીવ છે તે, નિર્વિકાર-આત્મતત્ત્વવિષયક રુચિ, તદ્દવિષયક જ્ઞપ્તિ અને તદ્દવિષયક
નિશ્ચળ અનુભૂતિરૂપ અભેદરત્નત્રયપરિણામ વડે, સંવર-નિર્જરા-મોક્ષપદાર્થોનો કર્તા થાય છે; અને
જ્યારે પૂર્વોક્ત નિશ્ચયરત્નત્રયમાં સ્થિર રહી શકતો નથી ત્યારે નિર્દોષપરમાત્મસ્વરૂપ અર્હંત-
સિદ્ધોની તથા તેનું (
નિર્દોષ પરમાત્માનું) આરાધન કરનારા આચાર્ય-ઉપાધ્યાય-સાધુઓની નિર્ભર
અસાધારણ ભક્તિરૂપ એવું જે સંસારવિચ્છેદના કારણભૂત, પરંપરાએ મુક્તિકારણભૂત, તીર્થંકરપ્રકૃતિ
વગેરે પુણ્યનો અનુબંધ કરનારું વિશિષ્ટ પુણ્ય તેને અનીહિતવૃત્તિએ નિદાનરહિત પરિણામથી કરે
છે. આ રીતે અજ્ઞાની જીવ પાપાદિ ચાર પદાર્થોનો કર્તા છે અને જ્ઞાની સંવરાદિ ત્રણ પદાર્થોનો
કર્તા છે.
[અહીં જ્ઞાનીના વિશિષ્ટ પુણ્યને સંસારવિચ્છેદના કારણભૂત કહ્યું ત્યાં એમ સમજવું કે —
ખરેખર તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જ સંસારવિચ્છેદના કારણભૂત છે, પરંતુ જ્યારે તે
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર અપૂર્ણદશામાં હોય છે ત્યારે તેની સાથે અનિચ્છિતવૃત્તિએ વર્તતા વિશિષ્ટ
પુણ્યમાં સંસારવિચ્છેદના કારણપણાનો આરોપ કરવામાં આવે છે. તે આરોપ પણ વાસ્તવિક
કારણની — સમ્યગ્દર્શનાદિની — હયાતીમાં જ થઈ શકે.]