प्रत्यये प्रीत्यप्रीती रागद्वेषौ । तस्यैव मन्दोदये विशुद्धपरिणामता चित्तप्रसादपरिणामः । एवमिमे यस्य भावे भवन्ति, तस्यावश्यं भवति शुभोऽशुभो वा परिणामः । तत्र यत्र प्रशस्तरागश्चित्तप्रसादश्च तत्र शुभः परिणामः, यत्र तु मोहद्वेषावप्रशस्तरागश्च तत्राऽशुभ इति ।।१३१।।
અન્વયાર્થઃ — [ यस्य भावे ] જેના ભાવમાં [ मोहः ] મોહ, [ रागः ] રાગ, [ द्वेषः ] દ્વેષ [ वा ] અથવા [ चित्तप्रसादः ] ચિત્તપ્રસન્નતા [ विद्यते ] છે, [ तस्य ] તેને [ शुभः वा अशुभः वा ] શુભ અથવા અશુભ [ परिणामः ] પરિણામ [ भवति ] છે.
અહીં, દર્શનમોહનીયના વિપાકથી જે કલુષિત પરિણામ તે મોહ છે; વિચિત્ર ( – અનેક પ્રકારના) ચારિત્રમોહનીયનો વિપાક જેનો આશ્રય ( – નિમિત્ત) છે એવી પ્રીતિ- અપ્રીતિ તે રાગ-દ્વેષ છે; તેના જ (ચારિત્રમોહનીયના જ) મંદ ઉદયે થતા જે વિશુદ્ધ પરિણામ તે *ચિત્તપ્રસાદપરિણામ ( – મનની પ્રસન્નતારૂપ પરિણામ) છે. એ રીતે આ (મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસાદ) જેના ભાવમાં છે, તેને અવશ્ય શુભ અથવા અશુભ પરિણામ છે. તેમાં, જ્યાં પ્રશસ્ત રાગ તથા ચિત્તપ્રસાદ છે ત્યાં શુભ પરિણામ છે અને જ્યાં મોહ, દ્વેષ તથા અપ્રશસ્ત રાગ છે ત્યાં અશુભ પરિણામ છે. ૧૩૧. * પ્રસાદ = પ્રસન્નતા; વિશુદ્ધતા; ઉજ્જ્વળતા.