પુદ્ગલરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ ( – શાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ) — કે જેમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે તે — દ્રવ્યપુણ્ય છે. પુદ્ગલરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ ( – અશાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ) — કે જેમાં જીવના અશુભપરિણામ નિમિત્ત છે તે — દ્રવ્યપાપ છે.
આ પ્રમાણે વ્યવહાર તથા નિશ્ચય વડે આત્માને મૂર્ત તથા અમૂર્ત કર્મ દર્શાવવામાં આવ્યું.
ભાવાર્થઃ — નિશ્ચયથી જીવના અમૂર્ત શુભાશુભપરિણામરૂપ ભાવપુણ્યપાપ જીવનું કર્મ છે. શુભાશુભપરિણામ દ્રવ્યપુણ્યપાપનું નિમિત્તકારણ હોવાને લીધે મૂર્ત એવાં તે પુદ્ગલપરિણામરૂપ (શાતા-અશાતાવેદનીયાદિ) દ્રવ્યપુણ્યપાપ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે. ૧૩૨.
અન્વયાર્થઃ — [ यस्मात् ] કારણ કે [ कर्मणः फलं ] કર્મનું ફળ [ विषयः ] જે (મૂર્ત) વિષય તે [ नियतम् ] નિયમથી [ स्पर्शैः ] (મૂર્ત એવી) સ્પર્શનાદિઇન્દ્રિયો દ્વારા [ जीवेन ] જીવ *પુદ્ગલ કર્તા છે અને વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ તેનું નિશ્ચયકર્મ છે (અર્થાત્ નિશ્ચયથી પુદ્ગલ
કર્તા છે અને શાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ તેનું કર્મ છે). પં. ૨૪