૧૮
૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मूर्तकर्मसमर्थनमेतत् ।
यतो हि कर्मणां फलभूतः सुखदुःखहेतुविषयो मूर्तो मूर्तैरिन्द्रियैर्जीवेन नियतं
भुज्यते, ततः कर्मणां मूर्तत्वमनुमीयते । तथाहि — मूर्तं कर्म, मूर्तसम्बम्धेनानुभूयमानमूर्त-
फलत्वादाखुविषवदिति ।।१३३।।
मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि ।
जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि ।।१३४।।
मूर्तः स्पृशति मूर्तं मूर्तो मूर्तेन बन्धमनुभवति ।
जीवो मूर्तिविरहितो गाहति तानि तैरवगाह्यते ।।१३४।।
વડે [ सुखं दुःखं ] સુખે અથવા દુઃખે [ भुज्यते ] ભોગવાય છે, [ तस्मात् ] તેથી [ कर्माणि ]
કર્મો [ मूर्तानि ] મૂર્ત છે.
ટીકાઃ — આ, મૂર્ત કર્મનું સમર્થન છે.
કર્મનું ફળ જે સુખદુઃખના હેતુભૂત મૂર્ત વિષય તે નિયમથી મૂર્ત ઇન્દ્રિયો દ્વારા જીવ
વડે ભોગવાય છે, તેથી કર્મના મૂર્તપણાનું અનુમાન થઈ શકે છે. તે આ પ્રમાણેઃ — જેમ
મૂષકવિષ મૂર્ત છે તેમ કર્મ મૂર્ત છે, કારણ કે (મૂષકવિષના ફળની માફક) મૂર્તના સંબંધ
દ્વારા અનુભવાતું એવું મૂર્ત તેનું ફળ છે. [ઉંદરના ઝેરનું ફળ ( – શરીરમાં સોજા થવા, તાવ
આવવો વગેરે) મૂર્ત છે અને મૂર્ત શરીરના સંબંધ દ્વારા અનુભવાય — ભોગવાય છે, તેથી
અનુમાન થઈ શકે છે કે ઉંદરનું ઝેર મૂર્ત છે; તેવી રીતે કર્મનું ફળ ( – વિષયો) મૂર્ત છે
અને મૂર્ત ઇન્દ્રિયોના સંબંધ દ્વારા અનુભવાય — ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે
કે કર્મ મૂર્ત છે.] ૧૩૩.
મૂરત મૂરત સ્પર્શે અને મૂરત મૂરત બંધન લહે;
આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪.
અન્વયાર્થઃ — [ मूर्तः मूर्तं स्पृशति ] મૂર્ત મૂર્તને સ્પર્શે છે, [ मूर्तः मूर्तेन ] મૂર્ત મૂર્તની
સાથે [ बन्धम् अनुभवति ] બંધ પામે છે; [ मूर्तिविरहितः जीवः ] મૂર્તત્વરહિત જીવ [ तानि
गाहति ] મૂર્તકર્મોને અવગાહે છે અને [ तैः अवगाह्यते ] મૂર્તકર્મો જીવને અવગાહે છે (અર્થાત્
બંને એકબીજામાં અવગાહ પામે છે).