કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૮૭
मूर्तकर्मणोरमूर्तजीवमूर्तकर्मणोश्च बन्धप्रकारसूचनेयम् ।
इह हि संसारिणि जीवेऽनादिसन्तानेन प्रवृत्तमास्ते मूर्तकर्म । तत्स्पर्शादिमत्त्वादागामि
मूर्तकर्म स्पृशति, ततस्तन्मूर्तं तेन सह स्नेहगुणवशाद्बन्धमनुभवति । एष मूर्तयोः
कर्मणोर्बन्धप्रकारः । अथ निश्चयनयेनामूर्तो जीवोऽनादिमूर्तकर्मनिमित्तरागादिपरिणामस्निग्धः
सन् विशिष्टतया मूर्तानि कर्माण्यवगाहते, तत्परिणामनिमित्तलब्धात्मपरिणामैः मूर्तकर्मभिरपि
विशिष्टतयाऽवगाह्यते च । अयं त्वन्योन्यावगाहात्मको जीवमूर्तकर्मणोर्बन्धप्रकारः ।
एवममूर्तस्यापि जीवस्य मूर्तेन पुण्यपापकर्मणा कथञ्चिद्बन्धो न विरुध्यते ।।१३४।।
— इति पुण्यपापपदार्थव्याख्यानम् ।
अथ आस्रवपदार्थव्याख्यानम् ।
ટીકાઃ — આ, મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર તથા અમૂર્ત જીવનો
મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર તેની સૂચના છે.
અહીં (આ લોકમાં), સંસારી જીવને વિષે અનાદિ સંતતિથી ( – પ્રવાહથી) પ્રવર્તતું
થકું મૂર્તકર્મ વિદ્યમાન છે. તે, સ્પર્શાદિવાળું હોવાને લીધે, આગામી મૂર્તકર્મને સ્પર્શે છે; તેથી
મૂર્ત એવું તે તેની સાથે, સ્નિગ્ધત્વગુણના વશે ( – પોતાના સ્નિગ્ધરૂક્ષત્વપર્યાયને લીધે), બંધને
પામે છે. આ, મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે બંધપ્રકાર છે.
વળી (અમૂર્ત જીવનો મૂર્તકર્મોની સાથે બંધપ્રકાર આ પ્રમાણે છે કે), નિશ્ચયનયથી
જે અમૂર્ત છે એવો જીવ, અનાદિ મૂર્તકર્મ જેનું નિમિત્ત છે એવા રાગાદિપરિણામ વડે સ્નિગ્ધ
વર્તતો થકો, મૂર્તકર્મોને વિશિષ્ટપણે અવગાહે છે (અર્થાત્ એકબીજાને પરિણામમાં
નિમિત્તમાત્ર થાય એવા સંબંધવિશેષ સહિત મૂર્તકર્મોના ક્ષેત્રમાં વ્યાપે છે) અને તે
રાગાદિપરિણામના નિમિત્તે જેઓ પોતાના (જ્ઞાનાવરણીયાદિ) પરિણામને પામે છે એવાં
મૂર્તકર્મો પણ જીવને વિશિષ્ટપણે અવગાહે છે (અર્થાત્ જીવના પ્રદેશો સાથે વિશિષ્ટતાપૂર્વક
એકક્ષેત્રાવગાહને પામે છે). આ, જીવ અને મૂર્તકર્મનો અન્યોન્ય-અવગાહસ્વરૂપ બંધપ્રકાર
છે. આ રીતે અમૂર્ત એવા જીવનો પણ મૂર્ત પુણ્યપાપકર્મની સાથે કથંચિત્ ( – કોઈ પ્રકારે)
બંધ વિરોધ પામતો નથી. ૧૩૪.
આ રીતે પુણ્ય-પાપપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે આસ્રવપદાર્થનું વ્યાખ્યાન છે.