द्रव्यपुण्यास्रवस्य निमित्तमात्रत्वेन कारणभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपुण्यास्रवः । तन्निमित्तः शुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपुण्यास्रव इति ।।१३५।।
અન્વયાર્થઃ — [ यस्य ] જે જીવને [ प्रशस्तः रागः ] પ્રશસ્ત રાગ છે, [ अनुकम्पासंश्रितः परिणामः ] અનુકંપાયુક્ત પરિણામ છે [ च ] અને [ चित्ते कालुष्यं न अस्ति ] ચિત્તમાં કલુષતાનો અભાવ છે, [ जीवस्य ] તે જીવને [ पुण्यं आस्रवति ] પુણ્ય આસ્રવે છે.
પ્રશસ્ત રાગ, અનુકંપાપરિણતિ અને ચિત્તની અકલુષતા — એ ત્રણ શુભ ભાવો દ્રવ્યપુણ્યાસ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને *અનુસરીને ( – અનુલક્ષીને) તે શુભ ભાવો ભાવપુણ્યાસ્રવ છે અને તે (શુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના શુભકર્મપરિણામ ( – શુભકર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપુણ્યાસ્રવ છે. ૧૩૫. *શાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના પ્રશસ્ત-રાગાદિ શુભ ભાવો નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ ભાવોને પણ ‘ભાવપુણ્યાસ્રવ’ એવું નામ છે.