Panchastikay Sangrah (Gujarati). Gatha: 137.

< Previous Page   Next Page >


Page 190 of 256
PDF/HTML Page 230 of 296

 

background image
૧૯૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गुरूणामाचार्यादीनां रसिकत्वेनानुगमनम्एषः प्रशस्तो रागः प्रशस्तविषयत्वात
अयं हि स्थूललक्ष्यतया केवलभक्ति प्रधानस्याज्ञानिनो भवति उपरितनभूमिकायामलब्धा-
स्पदस्यास्थानरागनिषेधार्थं तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति ।।१३६।।
तिसिदं व भुक्खिदं वा दुहिदं दट्ठूण जो दु दुहिदमणो
पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ।।१३७।।
तृषितं बुभुक्षितं वा दुःखितं द्रष्ट्वा यस्तु दुःखितमनाः
प्रतिपद्यते तं कृपया तस्यैषा भवत्यनुकम्पा ।।१३७।।
અનુષ્ઠાનમાંભાવનાપ્રધાન ચેષ્ટા અને ગુરુઓનુંઆચાર્યાદિનુંરસિકપણે
અનુગમન, તે ‘પ્રશસ્ત રાગ’ છે કારણ કે તેનો વિષય પ્રશસ્ત છે.
આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે સ્થૂલ-લક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન છે
એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (ઉપરનાં ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન
કરી હોય ત્યારે, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે,
કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. ૧૩૬.
દુઃખિત, તૃષિત વા ક્ષુધિત દેખી દુઃખ પામી મન વિષે
કરુણાથી વર્તે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭.
અન્વયાર્થઃ[ तृषितं ] તૃષાતુર, [ बुभुक्षितं ]ક્ષુધાતુર [ वा ] અથવા [ दुःखितं ]
દુઃખીને [ द्रष्ट्वा ] દેખી [ यः तु ] જે જીવ [ दुःखितमनाः ] મનમાં દુઃખ પામતો થકો [ तं
અને નવ પદાર્થોમાં શુદ્ધજીવપદાર્થને જેઓ નિશ્ચયનયે ઉપાદેય કહે છે તેમ જ ભેદાભેદરત્નત્રયસ્વરૂપ
મોક્ષમાર્ગને પ્રરૂપે છે અને પોતે ભાવે (
અનુભવે) છે, તેઓ ઉપાધ્યાયો છે.
નિશ્ચય-ચતુર્વિધ-આરાધના વડે જેઓ શુદ્ધ આત્મસ્વરૂપને સાધે છે, તેઓ સાધુઓ છે.]
૧. અનુષ્ઠાન = આચરણ; આચરવું તે; અમલમાં મૂકવું તે.
૨. ભાવનાપ્રધાન ચેષ્ટા = ભાવપ્રધાન પ્રવૃત્તિ; શુભભાવપ્રધાન વ્યાપાર.
૩. અનુગમન = અનુસરણ; આજ્ઞાંકિતપણું; અનુકૂળ વર્તવું તે. [
ગુરુઓ પ્રત્યે રસિકપણે (ઉલ્લાસથી,
હોંશથી) આજ્ઞાંકિત વર્તવું તે પ્રશસ્ત રાગ છે.]
૪. અજ્ઞાનીનું લક્ષ્ય (ધ્યેય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે.
૫. અસ્થાનનો = અયોગ્ય સ્થાનનો, અયોગ્ય વિષય પ્રત્યેનો; અયોગ્ય પદાર્થોને અવલંબનારો.