Panchastikay Sangrah (Gujarati). Gatha: 138.

< Previous Page   Next Page >


Page 191 of 256
PDF/HTML Page 231 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૧
अनुकम्पास्वरूपाख्यानमेतत
कञ्चिदुदन्यादिदुःखप्लुतमवलोक्य करुणया तत्प्रतिचिकीर्षाकुलितचित्तत्वमज्ञानिनो-
ऽनुकम्पा ज्ञानिनस्त्वधस्तनभूमिकासु विहरमाणस्य जन्मार्णवनिमग्नजगदवलोकनान्मनाग्मनः-
खेद इति ।।१३७।।
कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज
जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा बेंति ।।१३८।।
क्रोधो वा यदा मानो माया लोभो वा चित्तमासाद्य
जीवस्य करोति क्षोभं कालुष्यमिति च तं बुधा ब्रुवन्ति ।।१३८।।
कृपया प्रतिपद्यते ] તેના પ્રત્યે કરુણાથી વર્તે છે, [ तस्य एषा अनुकम्पा भवति ] તેનો એ ભાવ
અનુકંપા છે.
ટીકાઃઆ, અનુકંપાના સ્વરૂપનું કથન છે.
કોઈ તૃષાદિદુઃખથી પીડિત પ્રાણીને દેખી કરુણાને લીધે તેનો પ્રતિકાર (ઉપાય)
કરવાની ઇચ્છાથી ચિત્તમાં આકુળતા થવી તે અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા તો,
નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (
પોતે નીચેનાં ગુણસ્થાનોમાં વર્તતો હોય ત્યારે),
જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસારસાગરમાં ડૂબેલા જગતને
દેખવાથી) મનમાં જરા ખેદ થવો તે છે.* ૧૩૭.
મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને
જીવને કરે જે ક્ષોભ, તેને કલુષતા જ્ઞાની કહે. ૧૩૮.
અન્વયાર્થઃ[ यदा ] જ્યારે [ क्रोधः वा ] ક્રોધ, [ मानः ] માન, [ माया ] માયા
[ वा ] અથવા [ लोभः ] લોભ [ चित्तम् आसाद्य ] ચિત્તનો આશ્રય પામીને [ जीवस्य ] જીવને
*આ ગાથાની આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છેઃતીવ્ર તૃષા, તીવ્ર
ક્ષુધા, તીવ્ર રોગ વગેરેથી પીડિત પ્રાણીને દેખી અજ્ઞાની જીવ ‘કોઈ પણ પ્રકારે હું આનો પ્રતિકાર કરું’
એમ વ્યાકુળ થઈને અનુકંપા કરે છે; જ્ઞાની તો સ્વાત્મભાવનાને નહિ પ્રાપ્ત કરતો થકો (
અર્થાત
નિજાત્માના અનુભવની ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે), સંક્લેશના પરિત્યાગ વડે (અશુભ ભાવને
છોડીને) યથાસંભવ પ્રતિકાર કરે છે તથા તેને દુઃખી દેખીને વિશેષ સંવેગ અને વૈરાગ્યની ભાવના કરેઉંછે.